મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. આજે જે કાર્ય કરશો તેમાં ઉત્સાહ જળવાઇ રહેશે. શારિરીક માનસિક તાજગી અને સ્ફૂર્તિ જળવાશે. કૌટુંબિક સુખ શાંતિ જળવાઇ રહેશે. મિત્રો અને સ્વજનો સાથે ખુશીની પળો માણી શકશો. માતા તરફથી લાભ મેળવી શકશો. પ્રવાસ થવાની શક્યતા છે. આર્થિક લાભ, સ્વાદિષ્ટ ભોજન અને ભેટ સોગાદો મેળવીને આનંદ અનુભવશો.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. આપના માટે આજનો દિવસ મધ્યમ ફળદાયક છે. આજે આપ કારણ વગર જાતજાતની ચિંતાઓથી પરેશાન રહો માટે બિનજરૂરી વિચારોને મનમાંથી કાઢવાની સલાહ છે. આજે શારીરિક સ્વાસ્થ્યમાં પણ થોડી સુસ્તિ વર્તાશે. ખાસ તો, આંખને લગતી બીમારી થાય. ઘરમાં પરિવારના સભ્યો અને સગાંસ્નેહીઓ સાથે ખટરાગ ટાળવો. આજે આપના કાર્યો પૂરા કરવા માટે મહેનત વધારવી પડશે. કોઇક કારણસર વધારે ખર્ચ પણ કરવો પડે. આપે કરેલા પરિશ્રમનું અપેક્ષા કરતા ઓછુ વળતર મળે તો પણ નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવી. કોઇ અવિચારી નિર્ણય કે પગલાથી ગેરસમજ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવું.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI: ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર એકાદશ ભાવમાં ભ્રમણ કરશે. વ્યાપાર કરનારા લોકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. તેમના વેપાર અને આવકમાં વૃદ્ધિ થાય. મિત્રો તરફથી લાભ થાય અને તેમની મુલાકાત આનંદદાયક હોય. પરિવારમાં પત્ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળે. નોકરીમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિથી આપને લાભ થાય. લગ્નોત્સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્ત્રીમિત્રો તરફથી ફાયદો થાય. આજે લગ્નસુખ સારું મળે.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દશમ ભાવમાં ભ્રમણ કરશે. નોકરી વ્યવસાય કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ લાભકારક હોવાનું જણાઈ રહ્યું છે. નોકરિયાત વર્ગ પર ઉચ્ચ અધિકારીઓની રહેમનજર રહેતાં બઢતી થવાની શક્યતા રહે. ઉપરી અધિકારીઓ સાથે મહત્વની બાબતે ચર્ચા વિચારણા થાય. કુટુંબીજનો સાથે પણ નિખાલસ મનથી ચર્ચા કરશો. શારીરિક માનસિક તાજગીનો અનુભવ કરશો. માતા સાથેના સંબંધો સારા રહે. ધન, માન સન્માનના આપ હક્કદાર બનો. ઘરની સજાવટમાં આપ રૂચિ લેશો. વાહન સુખ મળે. સરકાર તરફથી લાભ અને સાંસારિક સુખમાં વૃદ્ધિ થાય.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં હાજરી આપશો. આપનું વલણ ન્યાય પ્રિય રહે. ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. સ્વાસ્થ્ય સાધારણ નરમગરમ રહે. પેટના દર્દો હેરાન કરે. પરદેશ વસતા સ્વજનોના સમાચાર મળે. ઉપરી અધિકારીઓ સાથે વર્તનમાં સૌમ્ય રહેવું. નોકરી ધંધામાં તકલીફ હોય તો ધીરજ અને શાંતિ સાથે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. સંતાનોની ચિંતા રહે. શરીરમાં આળસ, થાક અને કંટાળો ટાળવા માટે મન ગમતી પ્રવૃત્તિઓમાં રસ લઈ શકો છો.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આજના દિવસે નવા કાર્યની શરૂઆત કરવામાં અવરોધોના એંધાણ છે. બહારનું ખાવાપીવાથી આરોગ્ય બગડવાની સંભાવના જોતા અત્યારે સ્વાદના ચટાકા લેવા પર અંકુશ રાખવો. ગુસ્સાનું પ્રમાણ વધારે રહેશે તો કોઈની સાથે તણાવ થઈ શકે છે. પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ ટાળવા આદર અને સહકારની ભાવના વધારજો. પાણીથી સંભાળવું. અગત્યના નિર્ણયો કે જોખમો ટાળવા. વિલ વારસાને લગતી સમસ્યાઓ ઉદભવે. હિતશત્રુઓથી સંભાળવું. ગૂઢ રહસ્યમય બાબતમાં વધુ રસ પડે છે.