મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્વસ્થતાથી આજે આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ કરવામાં ઉત્સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે આર્થિક ફાયદો થવાના યોગ છે. પરિવારમાં સભ્યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો સંકેત મળી રહ્યો છે. મિત્રો તથા સગાંસ્નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપે સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવી પડશે. આંખોમાં કોઇક તકલીફ ઉભી થઈ શકે છે. કોઈક બાબતે સ્નેહીજનો, પરિવારના સભ્યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો પડશે. આજે આપના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. વધારે પરિશ્રમ કરો પરંતુ સફળતા તમારા ધારણ કરતા ઓછી મળે. અકસ્માતથી બચવા વાહન ધીમે ચલાવજો.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI:ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. ઘર ઓફિસ તેમજ સામાજિક ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ સર્જાતા પ્રસન્નતા અનુભવશો. માન સન્માનમાં વૃદ્ધિ થાય. ઉપરી અધિકારીઓના સહકારભર્યા વલણને કારણે આપની પ્રગતિનો માર્ગ મોકળો થશે. ગૃહસ્થજીવનમાં આનંદ છવાશે, અને ઉત્તમ સાંસારિક સુખ મેળવી શકશો. સરકારી કાર્યોમાં આવતા અવરોધો દૂર થઇ જશે અને માર્ગ આસાન બનશે.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. તન મનની સુખાકારી સાથે ભાગ્યવૃદ્ધિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો, વિદેશગમન કરવા ઇચ્છતા લોકોને સફળતા મળશે. આકસ્િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના જણાઈ રહી છે.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપને તબિયતની બાબતમાં વિશેષ કાળજી લેવાની ચેતવણી આપવામાં આવે છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આજે વર્તન અને કાર્યશૈલીમાં શાંતિ તેમજ ધીરજ રાખવી જેથી તમારું કામ બગડે નહીં અને વાણીની કુટતાના કારણે કારણે કોઈની સાથે સંબંધો પણ બગડે નહીં. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. આપના મન પર નકારાત્મક વિચારો દૂર કરીને મન પ્રફુલ્લિત થાય તેવા પ્રયાસો વધારવા. આ સમયે આધ્યાત્મિકતાનો સહારો મનને હળવાશ આપશે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. સામાજિક અને જાહેરક્ષેત્રે લાભ સાથે ખ્યાતિ મેળવશો. સ્ત્રી વર્ગથી વિશેષ લાભ થશે. દાંપત્યજીવનમાં પરમસુખની પળોનો અનુભવ થશે. નવા વસ્ત્રાલંકારની ખરીદી કરો તથા પહેરવાનો પ્રસંગ આવે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ થાય, મૈત્રી બંધાય. ભાગીદારી માટે અનુકૂળ સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રવાસ- પર્યટનની શક્યતા રહે.