મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ શુભ નીવડશે. આજે આપ સગાં સ્નેહીઓ, મિત્રવર્તુળ સાથે સામાજિક કાર્યોમાં રચ્યાપચ્યા રહેશો. આજે મિત્રો તરફથી લાભ પણ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થાય. આજે વડીલો સાથે સંપર્ક અને વ્યવહાર કરવાનું બને. આજે આપને કોઇ રમણીય પર્યટન સ્થળની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. આકસ્મિક ધનલાભ થાય. સંતાનોથી સારો લાભ છે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ એકંદરે સારો રહે. આજે આપ નવા કાર્યોનું આયોજન હાથ ધરી શકશો. નોકરી કરનાર તેમજ વ્યવસાયિકો માટે સારો દિવસ છે. નોકરિયાતો ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ મેળવી શકશે. આજે આપના અધૂરાં કાર્યો પૂર્ણતા તરફ આગળ વધે. નોકરીમાં બઢતીથી આર્થિક લાભ થાય. સરકારી લાભ મળે. ગૃહસ્થ જીવનમાં તમારૂં વર્ચસ્વ વધે અને મધુરતા વ્યાપે. ભેટ- ઉપહાર માન- સન્માનથી મન પ્રસન્ન રહે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આજે આપના કાર્યો પૂર્ણ થવામાં થોડી રાહ જોવાની તૈયારી રાખવી. શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે તે માટે કામનું અતિભારણ લેવાનું ટાળજો. પેટના રોગો હોય તેવા જાતકોએ વધુ સાચવવું. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે કામ પૂરતી વાત કરવી. રાજકીય પળોજણોથી દૂર રહેવામાં આપની ભલાઇ છે. મહત્વના કામ કે નિર્ણય આજે મુલતવી રાખવા. સંતાનો સાથે મતભેદ ટાળવાની તેમજ શાંતિથી તેમની સાથે ચર્ચા કરવાની સલાહ છે. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી છે.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. મનનું નકારાત્મક વલણ છોડીને દરેક કાર્યમાં અથવા દરેક વ્યક્તિ સાથે વ્યવહારમાં સકારાત્મક અભિગમ સાથે આગળ વધજો. બહારનું ખાવા પીવાના કારણે તંદુરસ્તીને વિપરિત અસર પડી શકે છે માટે સ્વાદના ચટાકા લેવાનું ટાળજો. ક્રોધને અંકુશમાં રાખી શક્ય હોય ત્યાં સુધી રમૂજી રહેવું. પરિવારના સભ્યો સાથે શાંતિ અને વિનમ્રતાથી વર્તન કરવું. નવા સંબંધોની શરૂઆત કરવામાં અતિ ઉતાવળ કરવી નહીં. નાણાંની ખેંચ અનુભવવી પડે. ઇશ્વરભક્તિથી હળવાશ અનુભવી શકશો.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. પતિ- પત્ની વચ્ચે નજીવા કારણોસર ખટરાગની નોબત ટાળવા માટે તમારે એકબીજાને સંબંધોમાં પુરતો અવકાશ આપવો પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. સાંસારિક બાબતોમાં તમે ઓછુ ધ્યાન આપી શકશો. જાહેરજીવનમાં આપને અપેક્ષા કરતા ઓછો યશ મળે. ભાગીદારો સાથે મતભેદ ટાળવા માટે ખાસ કરીને કોઈપણ આર્થિક વ્યવહારોમાં વધુ પારદર્શકતા રાખવી. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત સામાન્ય રહે. કોર્ટ કચેરીના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થાય.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય. નોકરીમાં લાભ મળે. હાથ નીચેના કર્મચારીઓનો તથા સહકાર્યકરોનો સહકાર મળે. હીરફો પર વિજય મેળવી શકશો.