ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 28 DECEMBER: આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 28 DECEMBER
Horoscope for the Day 28 DECEMBER

By

Published : Dec 28, 2021, 6:01 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે નોકરિયાતો માટે લાભદાયક દિવસ છે. આનંદમય વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. સુખદાયક બનાવો બને. આપની શારીરિક સ્‍વસ્‍થતા જળવાશે. આપ આપના સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવશો. વિજાતીય આકર્ષણ અનુભવો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની નામના વધશે. ભાગીદારો સાથે આપના સંબંધો સુમેળભર્યા રહેશે. જીવનસાથી સાથે નિકટતા માણી શકશો.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપને આજે બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે વધુ મહેનતનો સમય જણાઈ રહ્યો છે. મન થોડુ ચિંતાગ્રસ્‍ત રહેવાથી એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવું. પેટના દર્દની સમસ્યા હોય તેમણે સારવાર પર ધ્યાન આપવું. બપોર બાદ આપને માંદગીમાં રાહત જણાય. આપની મનોસ્થિતિ પણ તંગ પરિસ્થિતિમાંથી હળવાશનો અનુભવ કરશો. આપના કાર્યની પ્રશંસા પ્રાપ્‍ત થાય તેથી આપ આનંદ અનુભવશો. મોસાળપક્ષ તરફથી સમાચાર મળે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપનામાં ચુસ્‍તી સ્‍ફુર્તીનો અભાવ રહેશે. મન તાજગીસભર નહીં રહે. પરિવારમાં ખટરાગ થાય. મકાન- વાહનના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી. આકસ્મિક ધનખર્ચની શક્યતા રહે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં ભાગ ન લેવાની સલાહ છે. પ્રેમીજનો સાથે મિલન- મુલાકાત થાય. મિજાજ વધુ રંગીન રહે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આધ્યાત્મિક અને ગૂઢ વિદ્યાઓમાં સિદ્ધિ મેળવવા માટે ‍આજનો દિવસ સારો હોવાનું જણાઈ રહ્યું છે. મન અને તન પ્રફુલ્લિત રહે. આજે આપ વધારે પડતી સંવેદનશીલતા અનુભવશો. પરંતુ બપોર પછી ઉપાધિઓના કારણે મન થોડુ ચિંતિત રહેશે. તાજગી- સ્‍ફૂર્તિ જાળવવા માટે તમારે વધુ પડતું કામનું ભારણ ટાળવું પડશે. કુટુંબીજનો સાથે મતભેદ હોય તો શાંતિથી ચર્ચા દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો. સ્‍ત્રી અને પાણીથી સંભાળીને રહવું. ધનખર્ચ થાય.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપ મધુર વાણીથી કોઇનું મન જીતવા સમર્થ બનશો. કુટુંબના સભ્‍યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. પરંતુ બપોર પછી કોઇપણ કાર્યમાં વગર વિચાર્યું પગલું ન ભરવા સલાહ આપવામાં આવે છે. સહોદરોથી લાભ થાય. મન પ્રસન્‍ન રહે. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. પ્રતિસ્‍પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકો. લાગણીસભર સંબંધો આપને મૃદુ બનાવશે.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આપ આપની વાણીના પ્રભાવથી લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી શકશો. આપની વૈચારિક સમૃદ્ધિ અન્‍યને પ્રભાવિત કરશે. વ્‍યવસાયિક રીતે આજનો દિવસ લાભદાયક છે. મન પ્રસન્‍ન રહે. આર્થિક લાભ થવાની શક્યતા છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ છતાં વિવાદ ટાળવો.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે આપને આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી રાખવાની સલાહ છે. આજનો દિવસ શારીરિક અને માનસિક ચિંતાના બોજ હેઠળ પસાર થશે. મિત્રો સાથે વર્તનમાં થોડો તણાવ આવે અથવા તેમના તરફથી સહકાર ના મળતો હોય તેવું મનોમન લાગ્યા કરે. કોર્ટ- કચેરીના કામોથી આજે સંભાળવું. મધ્‍યાહન બાદ પરિસ્થિતિમાં સુધારો અનુભવશો. માનસિક સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરવાની સાથે સાથે વાણીની મધુરતાથી અન્‍ય લોકો સુખ આનંદની પ્રાપ્તિ થશે. દાંપત્‍યજીવનમાં આનંદ રહેશે.

.વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપને વિવિધ ક્ષેત્રે લાભ અને યશકિર્તી પ્રાપ્‍ત થશે. ધનપ્રાપ્તિ માટે આજે સારો યોગ છે. સ્‍ત્રીપાત્રો તરફથી લાભ થાય. મિત્રો પાછળ ધનખર્ચ થાય. પરંતુ તેમની સાથે પ્રવાસનો ભરપૂર આનંદ માણી શકશો. પરંતુ બપોર બાદ આપે શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતાનો અનુભવ કરવો પડશે. કોઇ સાથે અહમનો ટકરાવ ન થાય તે જોવું. સ્‍વભાવમાં ઉશ્‍કેરાટ રહેશે.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ લાભકારી નીવડશે. ઘર અને વ્‍યવસાય બંને ક્ષેત્રે આનંદભર્યું વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જળવાય. નોકરીમાં લાભની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યોમાં લાભ મળે. વિવિધ ક્ષેત્રે યશ કિર્તી મળે. આપની આવક અને વેપાર વૃદ્ધિ થાય. રમણીય સ્‍થળ પર પર્યટન જળવાય. દાંપત્‍યજીવનમાં સુખ સંતોષ અનુભવશો.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજનો સમગ્ર દિવસ શુભફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. વિદેશ વસતા સગાંસ્‍નહીઓના સમાચારથી આપનું મન પુલકિત થશે. સ્‍ત્રીમિત્રો આપને લાભદાયક પુરવાર થાય. ધાર્મિક યાત્રા સંભવિત છે. આપે મનમાં ઘડેલી કાર્યયોજના સાકાર થશે. નોકરિયાત વર્ગનો નોકરીમાં લાભ થાય. માન સન્‍માન મળે. કુટુંબમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહે. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા રહેશે. ઉપરી અધિકારીઓ તરફથી લાભ મળે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજના દિવસે આપને વાણી અને વર્તનમાં સંયમ, મીઠાશ અને ધીરજ રાખવાની સલાહ છે. પરિવારના સભ્‍યો સાથે મહત્વના મુદ્દે ચર્ચા થતી હોય ત્યારે જીદ્દી વલણ ટાળવું. બહારનું ખાવાપીવાથી આરોગ્‍ય બગડી શકે છે માટે સાદું ભોજન લેવું. મધ્‍યાહન બાદ આપ્‍તજનો અને મિત્રો સાથે આપનો સમય ખૂબ જ આનંદમાં વીતશે. ધાર્મિક પ્રવાસ થાય. વિદેશથી સમાચાર મળે. ભાઇ- ભાંડુઓથી લાભ થાય.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે વેપાર-ધંધામાં ભાગીદારોથી આપને લાભ થશે. મનોરંજનના સ્‍થળ કે પાર્ટી પિકનિકમાં દોસ્‍તો- સગાંસ્‍નેહીઓના સંગે આનંદ અનુભવો. વિજાતીય આકર્ષણ થાય. પ્રિયપાત્રનું મિલન સંભવિત બને પરંતુ બપોર પછી આપ પરિસ્થિતિમાં થોડી પ્રતિકૂળતા અનુભવશો. બપોર પછી નવા કાર્યની શરૂઆત ન કરવી. મુસાફરી ટાળવી. ગુસ્‍સા પર કાબુ રાખવો. પરિવારજનો સાથે ખટરાગ ટાળવો.

ABOUT THE AUTHOR

...view details