મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે. આપે જોખમકારક વિચાર વર્તન અથવા તો આયોજનથી દૂર રહેવું પડશે. શરીરમાં થાક, આળસ, કંટાળાની લાગણી રહે. સ્વાસ્થ્ય નરમગરમ રહે. કાર્ય સફળતા ઓછી મળે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. મધ્યાહન બાદ આપની પરિસ્થિતિમાં બદલાવ આવે. આર્થિક યોજનાઓ સારી રીતે હાથ ધરી શકે. વેપાર અર્થે પ્રવાસ થાય. અન્ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આપને સરકાર-વિરોધી કાર્ય કે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. નવા કામની શરૂઆત ન કરવી. આપની તંદુરસ્તી સાચવવાની સલાહ છે. મનમાં બેચેની ટાળવા માટે આધ્યાત્મનો સહારો લઈ શકો છો વાણી અને વર્તનમાં જેટલો સંયમ હશે એટલી સંબંધોમાં નીકટતા વધારી શકશો. વ્યવસાયમાં સ્પર્ધાનો સામનો કરવા તૈયાર રહેવું. આજે ભાગ્યના ભરોસે વધુ પડતા બેસી રહેવું નહીં. નોકરીમાં ઉપરી વર્ગથી સાથે સંભાળીને વાત કરવી. સંતાનો સંબંધિત બાબતોમાં તમારો ઘણો સમય વીતિ જશે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ આનંદપ્રમોદમાં પસાર થશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ખોવાયેલા રહેશો. મિત્રો સાથે બહાર ફરવાનો કે પ્રવાસ પર્યટનનો કાર્યક્રમ થાય. સુંદર ભોજન વસ્ત્રો ઉપલબ્ઘ થાય. મધ્યાહન બાદ આપ વધારે પડતાં સંવેદનશીલ બનશો. જેથી આપનું મન વ્યથિત બનશે. ધનખર્ચ વધશે. અનૈતિક સંબંધો અને નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવું. પ્રભુભક્તિ અને યોગધ્યાનથી મન શાંત થાય.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. નોકરી વ્યવસાયના સ્થળે અનુકૂળ વાતાવરણ રહેશે. મોસાળ પક્ષ તરફથી સમાચાર મળશે. હરીફોના હાથ હેઠા પડે. કુટુંબમાં આનંદનો માહોલ રહે. શારીરિક માનસિક સ્વસ્થતા રહે. બૌદ્ધિક તાર્કિક વિચારોના આદાનપ્રદાન માટે સારો સમય છે. વિજાતીય વ્યક્તિઓના સંગાથથી આપ આનંદિત રહેશો. જાહેર માન- સન્માન મળે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. ભાગીદારીમાં લાભ થાય.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પંચમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ પ્રણય પ્રસંગો માટે અનુકૂળ છે. પ્રિયપાત્ર સાથેનું મિલન આપને રોમાંચિત કરશે. ગુસ્સાની લાગણીને કાબૂમાં રાખવી પડશે. પેટ સંબંધી બીમારીઓ થાય. મધ્યાહન બાદ કુટુંબમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. આપ પણ સ્ફૂર્તિનો અનુભવ કરશો. નોકરીમાં લાભ થાય. સહકાર્યકરો કામમાં સાથ આપે. હરીફો પરાજિત થાય.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ચતુર્થ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપનામાં ચેતના અને સ્ફૂર્તિ જાળવવા માટે મેડિટેશન, આધ્યાત્મિક વાંચન અને મનોરંજનને લગતી પ્રવૃત્તિમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. કુટુંબમાં મનદુખ ટાળવા માટે દરેક સભ્યોની જરૂરિયાતો સમજવાનો અને તે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો. જાહેરજીવનમાં અતિ સક્રિયતાના બદલે પોતાની દુનિયામાં રહેવાનો આગ્રહ રાખજો. ધન ખર્ચ માટે તૈયારી રાખજો તેમજ ગુસ્સાને અંકુશમાં રાખજો. કામમાં સફળતા મેળવવા માટે સામાન્ય કરતા વધુ પ્રયાસ કરવા પડે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. બાળકોના પ્રશ્નો શાંતિ અને ધીરજ રાખીને ઉકેલી શકશો. શક્ય હોય તો મુસાફરી ટાળવી અથવા વધુ સાવધાનીપૂર્વક કરવી.