ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 21 NOVEMBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - Horoscope of Aries

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

By

Published : Nov 21, 2021, 6:00 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. કુટુંબ અને કાર્યના ક્ષેત્રે બાંધછોડભર્યું વલણ ઘર્ષણ ટાળશે. વાણી પર કાબુ નહીં હોય તો કોઇ સાથે વાદવિવાદ કે ટંટો કરી બેસો તેવું બને. સ્‍ત્રીવર્ગથી લાભ થાય. મનની ઉદાસી આપનામાં નકારાત્‍મક વિચારો લાવશે, પરંતુ તેને હટાવી દેવાની સલાહ છે. વધુ પડતો ધન ખર્ચ થાય. ખાનપાનમાં સંયમ રાખવો પડે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. વિચારોની દૃઢતા સાથે આપ ખંતપૂર્વક કામ કરશો. વ્‍યવસ્થિત રીતે આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. આપની કલાત્‍મક સૂઝને નિખારી શકશો. વસ્‍ત્રો, આભૂષણો સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ થાય. કૌટુંબિક સુખ શાંતિ જળવાશે. શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખની અનુભૂતિ કરશો. ધનલાભની આશા રાખી શકે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI: આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. તમારી વાણી કે વર્તણૂક આજે કોઇ સાથે ગેરસમજ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. કુટુંબીજનો તેમજ સગાંસંબંધીઓ સાથે ખૂબ સંભાળીને રહેવું પડશે. માંદગી અને અકસ્‍માતના યોગ હોવાથી તે અંગે સાવધાની રાખવી. માન પ્રતિષ્‍ઠાને હાનિ પહોંચે. ખર્ચનું પ્રમાણ વધશે. વિશેષ કરીને મોજશોખ તેમજ મનોરંજન પાછળ ખર્ચ થાય. મગજ શાંત રાખશો એટલા ફાયદમાં રહેશો.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવક સ્‍ત્રોતોમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. મિત્રો, પત્‍ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્યો થાય. પ્રવાસ તેમજ લગ્‍નયોગ છે. પ્રણય માટે અનુકૂળ દિવસ. ઉત્તમ લગ્‍નસુખ માણી શકશો.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. નોકરી તેમજ વ્‍યવસાયના ક્ષેત્રે લાભદાયક અને સફળ દિવસ છે. આપના કાર્યક્ષેત્રમાં આપ વર્ચસ્‍વ અને પ્રભાવ જમાવી શકશો. ભરપૂર આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળથી આપનું કાર્ય સરળતાથી પાર પડે. ઉપરીઓ દ્વારા કામની કદર થશે. બઢતીની શક્યતાઓ રહે. પિતાની લાભ થાય. જમીન, વાહન સંબંધી કામકાજો માટે અનુકૂળ સમય છે. સ્‍પોર્ટસ અને કલાક્ષેત્રમાં પ્રતિભા દેખાડવા માટે શ્રેષ્‍ઠ સમય હોવાનું જણાઈ રહ્યું છે.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. આપનો આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પસાર થાય. કોઇ ‍તીર્થસ્‍થાનની મુલાકાત લેવાના સંજોગો ઉભા થાય. વિદેશગમન માટેની તક સર્જાય. ભાઇભાંડુઓથી લાભ થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. આર્થિક લાભ મળે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાશે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આકસ્મિક ધનલાભનો દિવસ છે. આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ સિદ્ધિઓ મેળવવા માટે શ્રેષ્‍ઠ દિવસ છે. એમ છતાં, નવા કામ શરૂ ન કરવાની સલાહ છે. આરોગ્‍યની કાળજી લેવી પડશે. હિતશત્રુઓ આપનું અહિત કરવાના પ્રયાસો કરશે. જળાશય અને સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવું ઇશ્વરભક્તિ અને ઉડી ચિંતનશક્તિ મનને શાંતિ આપશે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. રોજિંદી ઘટમાળની પ્રવૃત્તિઓમાં આજે પરિવર્તન આવશે. આજે આપ મોજમજા અને મનોરંજનની દુનિયામાં ફરવાના મૂડમાં હશો. એમાં મિત્રો, કુટુંબીજનોનો સંગાથ મળશે. જાહેરજીવનમાં આપના માન આબરૂ વધે. નવાં વસ્‍ત્ર પરિધાન અને વાહનસુખની પ્રાપ્તિ થાય. ભાગીદારીથી લાભ. દાંપત્‍યજીવનની શ્રેષ્‍ઠ ક્ષણોનો અનુભવ કરશો. પ્રિયજનની મુલાકાત અને ધનલાભ થાય.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે. આર્થિક લાભની શક્યતા છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. નોકરો અને સહકર્મચારીઓ આપને મદદરૂપ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય. વિરોધીઓ અને હિતશત્રુઓ તેમની ચાલમાં નાકામિયાબ નીવડશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. કલા, સાહિત્‍ય ક્ષેત્રમાં રૂચિ ધરાવતી વ્‍યક્તિઓ આજે પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરી શકશે. આપની રચનાત્‍મક અને સર્જનાત્‍મક શક્તિઓનો પરિચય કરાવી શકશો. પ્રેમીઓ પરસ્‍પર ધનિષ્‍ઠતાનો અનુભવ કરશે. તેમની મુલાકાત રોમાંચક બને. શેરસટ્ટાથી લાભ થાય. સંતાનોના પ્રશ્નો ઉકલશે. મિત્રોથી લાભ થાય.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. સ્‍વભાવમાં ભાવુક્તા વધારે હોવાથી માનસિક બેચેની રહે. આર્થિક બાબતોનું આયોજન થાય. માતા તરફથી વધુ પ્રેમ અને લાગણીનો અનુભવ થાય. સ્‍ત્રીઓને પ્રસાધનો, વસ્‍ત્રો કે આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે. સ્‍વભાવમાં હઠીલાપણું રહે. જાહેરમાં પ્રતિષ્ઠા મેળવવા માટે કોઈ એવા કામ ના કરવા જેથી બાજી ઉલટી પડી જાય.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. કાર્યમાં સફળતા મેળવવા અને મહત્‍વના નિર્ણયો લેવા માટે આજે ઉત્તમ દિવસ છે. આપના વિચારોમાં આજે સ્થિરતા રહેશે. જેથી કોઇપણ કાર્ય સારી રીતે ઉકેલી શકશો. કલાકારોને પોતાની કળા પ્રદર્શ‍િત કરવાનો મોકો મળશે અને તેની કદર પણ થશે. જીવનસાથી સાથે વધુ નિકટતા અનુભવશો. મિત્રો સાથે નાની મુસાફરી કે પર્યટન થશે. હરીફો પર વિજય મળે.

ABOUT THE AUTHOR

...view details