ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 20 NOVEMBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - आज का राशिफल,

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 20 NOVEMBER
Horoscope for the Day 20 NOVEMBER

By

Published : Nov 20, 2021, 6:01 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. તન મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. કુટુંબીજનો સાથે સુંદર ભોજન લેવાનો તેમજ આનંદપૂર્વક સમય પસાર કરવાના યોગ ઉભા થાય. નાણાકીય બાબતોમાં ભવિષ્‍ય માટે સારું પ્‍લાનિંગ કરી શકો. એકંદરે આપની આવકમાં વૃદ્ધિ થશે. કલાકાર કસબીઓને તેમની કલાનું પ્રદર્શન કરવાની તક મળશે અને તેમની કદર થશે. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. સ્‍ફૂર્તિલો પ્રસન્‍નતાભર્યો દિવસ રહે. આરોગ્‍ય સારું રહેતાં સુખ અને આનંદની અનુભૂતિ થાય. સગાંવહાલા કે મિત્રો તરફથી ઉપહાર મળે. પ્રવાસ અને સ્‍વાદિષ્‍ટ ભોજન આપના દિવસને આહલાદક બનાવશે. આર્થિકલાભની શક્યતા છે. લગ્‍નજીવનનું શ્રેષ્‍ઠ સુખ માણી શકશો.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI: ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે સંયમશીલ અને વિચારપૂર્ણ વર્તન આપને ઘણા બધા અનિષ્‍ટોમાંથી ઉગારી લેશે. આપના વાણી વર્તનથી ગેરસમજ ઉભી ના થાય તે માટે શબ્દોમાં સ્પષ્ટતા અને વાણીમાં નિખાલસતા વધારજો . શારીરિક કષ્‍ટ, મનને પણ તમને અસ્વસ્થ કરવાનો પ્રયાસ કરે માટે તે સ્થિતિમાં ધીરજથી કામ લેવું. કુટુંબમાં દરેકને આદર આપવો. ખર્ચનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા હોવાથી પૂર્વાયોજન કરવું. આધ્‍યાત્મિક વલણ માનસિક શાંતિ આપી શકશે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપના આજનો દિવસ મિત્રો, સગાંસ્‍નેહીઓ તથા પ્રિયજનની સંગે ખૂબ રોમાંચક અને આનંદપ્રદ બની રહેશે. આવકમાં વૃદ્ધિ થાય. વેપારીઓને નફાકારક સોદા થાય. પુત્ર અને પત્‍નીથી લાભ થાય. પ્રવાસ પર્યટન તેમજ લગ્‍નોત્‍સુક પાત્રો માટે લગ્‍નના યોગ છે. ઉત્તમ ભોજન અને સ્‍ત્રી સુખ મળે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપના કાર્યોમાં સફળતા મળશે પરંતુ થોડી રાહ જોવી પડશે. ઓફિસ કે ઘરમાં જવાબદારીનો બોજ વધશે માટે તમારે સમયનું આયોજન કરતા શીખવું પડશે. જીવનમાં વધુ ગંભીરતા રાખવાના બદલે થોડી વિનોદવૃત્તિ અપનાવીને માનસિક હળવાશ અનુભવી શકો છો. નવા સંબંધો બાંધવા કે કાર્ય અંગે મહત્‍વના નિર્ણયો લેવામાં દરેક પરિબળનો વિચાર કરીને આગળ વધવું. પિતા સાથે સૌમ્ય વર્તન રાખવું. શુભ પ્રસંગોના આયોજન માટે હાલમાં થોડી રાહ જોવા જેવી છે.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. શરીરમાં થાક, આળસ અને ચિંતાનો અનુભવ થશે. સંતાનો સાથે મતભેદ કે મનદુ:ખ ના થાય તે માટે તમારો હઠાગ્રહ છોડીને તેમને પોતાની વાત શાંતિથી સમજાવજો. તેમના આરોગ્‍યની કાળજી લેવી પડશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્વના મુદ્દે ચર્ચા કરવાનું ટાળજો. રાજકીય મુશ્‍કેલીઓથી બચવું હોય તો કોઈપણ ગેરકાયદે કાર્યોથી દૂર રહેવું. ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ધનખર્ચ થાય. ભાઇભાંડુઓ દ્વારા લાભ થવાની શક્યતા હોવાનું જણાઈ રહ્યું છે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. તંદુરસ્‍તીની દરકાર રાખવી પડશે. કટુ વચન કે ખરાબ વર્તનના કારણે કોઈપણ વ્યક્તિને મમદુઃખ થઈ શકે છે માટે તેવું વર્તન ટાળવાથી ઝઘડો-વિવાદ રોકી શકશો. હિતશત્રુઓ વધારે પ્રવૃત્ત થાય માટે સાવચેતી રાખવી. આકસ્મિક ધનલાભ થાય. સમયસર ભોજન મળવામાં વિલંબ થઈ શકે છે તેમજ વધારે પડતો ખર્ચ આપના મનને અસ્‍વસ્‍થ બનાવશે. સ્‍ત્રીઓ તેમજ જળાશયોથી દૂર રહેવું હિતાવહ છે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આનંદ, મોજ મસ્‍તીથી ભરેલા આજના દિવસ દરમ્‍યાન આપને વિજાતીય પાત્રોની નિકટતા મળશે. નવા વસ્‍ત્રો પરિધાન થશે. ઉત્તમ ભોજન, પર્યટન, મિત્રો સાથે મનોરંજન આપના હૃદયને પુલકિત કરી દેશે. શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્‍િત થાય. ભાગીદારીમાં લાભ અને જાહેર માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થવાનો સંકેત મળી રહ્યો છે.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ આપના માટે આર્થિક લાભનો હોવાનું જણાઈ રહ્યું છે. નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ધિની શક્યતા છે, સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. પરિવારમાં સુખ શાંતિ જળવાય. વિરોધીઓની ચાલ નિષ્‍ફળ બનશે. કાર્યમાં યશપ્રાપ્તિ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. દુવિધાઓમાં અટવાયેલું આપનું મન નિર્ણયશક્તિને નબળી બનાવશે માટે મહત્‍વના નિર્ણયો આજે ન લેવા અથવા વિદ્વાન લોકોનું માર્ગદર્શન લઈને આગળ વધવું. સંતાનો સંબંધિત કાર્યોમાં તમારે વધુ સમય આપવો જ પડશે. કાર્ય સફળતા માટે માનસિક રીતે મક્કમતા વધારવી પડશે. ખોટા કાર્યોથી બચવું. પેટને અને પાચનતંત્રને લગતી ફરિયાદો હોય તેમણે સ્વાસ્થ્ય સંભાળવું. યાત્રા, પ્રવાસ મુલતવી રાખવા.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસમાં તમને થોડો કંટાળો આવશે અને થાકના કારણે મનમાં થોડી હતાશાની લાગણી પણ જન્‍મે. આવી સ્થિતિમાં પરિવારમાં કલેશનું વાતાવરણ સર્જાતુ ટાળવા માટે આપ્‍તજનો સાથે ખૂબ પ્રેમ અને હૂંફ સાથે વર્તન કરવું અને સહકારની ભાવના વધારવી. સમયસર ભોજન લેવાનો આગ્રહ રાખજો. શાંત નિદ્રામાં ખલેલ પડી શકે છે. માતાની તબિયતની કાળજી લેવી પડશે. જાહેરમાં વધુ પડતું માન મેળવવાની ઝંખના રાખવી નહીં. માલ મિલકત કે વાહન અંગેના સોદા કરવામાં સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્‍ત્રીઓ અને જળાશયથી દૂર રહેવું હિતમાં છે.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. નવા કાર્યોનો આરંભ કરી શકશો. ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય વીતાવશો. વૈચારિક સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લઇ શકશો. હરીફો અને શત્રુઓ સામે વિજય મેળવશો. લાગણીસભર સંબંધો બંધાય. ભાગ્‍યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સંગાથથી આનંદ અનુભવો. સ્‍વજનોની મુલાકાત અને જાહેર માન પ્રતિષ્‍ઠા મળવાથી પ્રસન્‍નતા મળશે.

ABOUT THE AUTHOR

...view details