મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. આપનો આજનો દિવસ મિશ્ર ફળ આપનાર હશે. આજે આપ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવી શકો છો માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક, પુરતી ઊંઘ અને નિયમિત જીવનશૈલીના આગ્રહી બનજો. ગુસ્સાનું પ્રમાણ વધારે રહેતું હોય તો અત્યારે સંભાળજો જેથી સંબંધોમાં તણાવ ટાળી શકાય. જો કે, વ્યાપક રીતે જોવામાં આવે તો આજે આપનું વલણ ન્યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઇ શકો. ધાર્મિક પ્રવાસનું આયોજન થઇ શકે છે. આજે આપ જે પ્રયત્નો કરો છો તે ખોટી દિશામાં થતાં હોય તેવું બને.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજના દિવસે સાવચેતીપૂર્વક ચાલવાની આપને સલાહ આપવામાં આવે છે. આજે કોઇપણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરો તો વધુ સારું છે. આજે આપની તબિયતની વધુ કાળજી લેવી પડશે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખશો તો ઘણી સમસ્યાઓ આવતા પહેલાં જ નિવારી શકશો. શક્ય હોય એટલો વધુ પૌષ્ટિક આહાર લેવો. ઓફિસ કે વ્યવસાયમાં વધારે પડતા કાર્યબોજના પ્રમાણમાં પુરતી ઊંઘને મહત્વ આપવું. મુસાફરીમાં બહુ મોટો લાભ થવાની શક્યતા ઓછી હોવાથી ટાળી શકો છો. બને તેટલો સમય આધ્યાત્મિકતામાં પસાર કરવો.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપના દિવસની શરૂઆત તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપ મિત્રો અને મહેમાનો સાથે ભોજન કે પિકનિકની મજા માણી શકશો. આપ નવા પરિધાન, આભૂષણો અને વાહન ખરીદો તેવી પણ શક્યતા છે. આપ ઘણો આનંદ અનુભવશો. વિજાતીય પાત્ર તરફ આકર્ષણમાં વધારો થશે. સમાજમાં આપને માન-પાન અને લોકપ્રિયતા મળશે. ધંધામાં ભાગીદારીથી ફાયદો થઇ શકે. સારું સાંસારિક સુખ માણી શકશો.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપની ચિંતાઓ દૂર થશે અને આપ ખુશી અનુભવી શકશો. પરિવારજનો સાથે સમય ગાળીને આનંદ મેળવી શકશો. આપને કામમાં સફળતા અને કિર્તી મળશે. નોકરીમાં લાભ મેળવી શકશો. સાથે કામ કરતા લોકોનો સહકાર મળી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. હરીફો આપની સામે જીતી શકશે નહીં.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપ શરીર અને મનની સ્વસ્થતા સાથે કામ કરી શકશો. આપ સર્જનાત્મક કાર્યોમાં રૂચિ કેળવશો. આપ સાહિત્ય ક્ષેત્રે કંઇક નવું લખવાની પ્રેરણા મેળવશો. પ્રેમીઓ પોતાના પ્રિયજનને મળી શકશે. આપના સંતાનો આપને સારા સમાચાર આપશે. ધર્મ અને સેવા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ કરવામાં આપ ઘણો આનંદ અનુભવશો.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપે થોડી મુશ્કેલ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આપનું સ્વાસ્થ્ય થોડુ કથળે અને માનસિક અજંપો અનુભવાય. માતા સાથે આત્મીયતાપૂર્વક સંબંધો રાખવાની તેમજ તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાની સલાહ છે. સંબંધીઓ સાથે ઉગ્ર દલીલો અને મતભેદો ટાળવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. આપનું માન ઘવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું અને અતિ માનની ઝંખના રાખવી નહીં. વાહન કે ઘરના ખરીદ-વેચાણ માટે હાલમાં થોડી રાહ જોવાની સલાહ છે. પાણીથી સાચવવું પડશે.