ધન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - RASHIFAL DAILY FORMAT
તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

ધન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ
ચંદ્ર આજે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દશમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ લાભકારી નીવડશે. ઘર અને વ્યવસાય બંને ક્ષેત્રે આનંદભર્યું વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. શારીરિક સ્વાસ્થ્ય જળવાય. નોકરીમાં લાભની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યોમાં લાભ મળે. વિવિધ ક્ષેત્રે યશ કિર્તી મળે. આપની આવક અને વેપાર વૃદ્ધિ થાય. રમણીય સ્થળ પર પર્યટન જળવાય. દાંપત્યજીવનમાં સુખ સંતોષ અનુભવશો.