સિંહ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - RASHIFAL DAILY FORMAT
તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

સિંહ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ
ચંદ્ર આજે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આપ આપની વાણીના પ્રભાવથી લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી શકશો. આપની વૈચારિક સમૃદ્ધિ અન્યને પ્રભાવિત કરશે. વ્યવસાયિક રીતે આજનો દિવસ લાભદાયક છે. મન પ્રસન્ન રહે. આર્થિક લાભ થવાની શક્યતા છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ છતાં વિવાદ ટાળવો.