ગુજરાત

gujarat

ETV Bharat / bharat

HEADLINE - Daily Horoscope : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપને દિવસ - कुंभ राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

HEADLINE - Daily Horoscope : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપને દિવસ
HEADLINE - Daily Horoscope : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપને દિવસ

By

Published : Jun 19, 2021, 6:00 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20)

આર્થિક અને વ્યવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ ઘણો સારો રહેશે. આપ નાણાંકીય લાભ મેળવી શકશો. આપ વધુ લાંબા સમય માટે આર્થિક આયોજન પણ કરી શકશો. આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો. મિત્રો અને પરિવારજનો સાથે ખુશીમાં સમય પસાર થશે. લોકો સાથે આપનો સંપર્ક વધશે. વેપારીઓ તેમના વેપારમાં વધારો કરશે અને તે માટેનુ આયોજન કરશે. આપ પરોપકારી પ્રવૃત્તિઓ કરી શકશો.

વૃષભ (એપ્રિલ 21 - મે 21)

આજે આપને ભાષણ, મીટીંગ કે વાદવિવાદમાં સારી સફળતા મળે. આપની વાણી કોઇને મોહિત કરે અને તે આપ માટે લાભકારી નીવડે. આપની વાણીનું સૌમ્‍યપણું નવા સંબંધો બાંધવામાં સેતુ બને. વાંચન- લેખનમાં આપને અભિરૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. આજે મહેનતના પ્રમણમાં અલ્‍પ પરિણામ મળે. એમ છતાં આપ ખંતપૂર્વક આપના કામમાં આગળ વધી શકશો. આજે આપને તબિયતનું ધ્યાન રાખવાની સલાહ છે.

મિથુન (મે 22 - જૂન 21)

આપને આજે વધુ પડતા લાગણીશીલતા અને સંવેદનશીલતામાં ન તણાઇ જવાની સલાહ છે. આ ઉપરાંત સ્‍ત્રી વર્ગથી સાવચેત રહેવાની પણ ચેતવણી આપવામાં આવે છે. પાણી તથા અન્‍ય પ્રવાહી પદાર્થોથી પણ કાળજી રાખવી. કોઇ અગત્‍યના નિર્ણયો મનમાં દ્વિધાઓ ઉત્‍પન્‍ન થવાને કારણે ન લઇ શકો. વધારે પડતા વિચારોથી માનસિક થાક અનુભવાય. અનિદ્રાના કારણે શરીરમાં અસ્‍વસ્‍થતા અનુભવાય. વાદવિવાદ કે ચર્ચા ખાસ કરીને કુટુંબને લગ્‍તી કે મિલકતને લગતી બાબતો વિશેની ચર્ચા ટાળવી. આજે પ્રવાસ ન કરવો.

કર્ક (જૂન 22 - જુલાઈ 22)

કાર્ય સફળતા અને નવા કામના શુભારંભ માટે આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સ્‍વજનો સાથેની મુલાકાતથી આપ ખુશખુશાલ રહેશો. નાની મુસાફરીનો યોગ છે, ભાઇભાંડુઓથી સુમેળ રહે. પ્રિયપાત્રના સાનિધ્‍યથી મન રોમાંચિત બને. આર્થિક લાભ તેમજ સમાજમાં આદર સન્‍માન મળે. વિરોધીઓને પરાજિત કરી શકશો. આજે કોઇ સાથે લાગણીના બંધનમાં બંધાશો.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23)

દૂર વસતા સ્‍નેહીજનો તેમજ મિત્રો સાથેના સંદેશાવ્‍યવહારથી આપને લાભ થાય. પરિવારમાં સુખશાંતિ રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આપની વાકપટુતાથી કોઇના મનને જીતી શકો. ધારેલા કામમાં ઓછી સફળતા મળે. ગણતરીપૂર્વકના આયોજનો અને વધુ પડતા વિચારો મનમાં ગુંચવણ પેદા કરશે. સ્‍ત્રી મિત્રો આપને મદદરૂપ બનશે.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22)

વૈચારિક સમૃદ્ધિ અને વાણીની મોહકતાથી આપ લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી આપનું કામ કઢાવી શકશો. વ્‍યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી નીવડે. આપનું આરોગ્‍ય જળવાશે તથા મન પણ સ્‍વસ્‍થ રહેશે. સગાંસ્‍નેહીઓ સાથે મુલાકાત થાય અને સુખઆનંદની પ્રાપ્તિ થાય. ધન લાભ તેમજ પર્યટનના યોગ છે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23)

આજે આપે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આપનું મન પણ સહેજ ઉચાટભર્યું રહેશે. આપના બેજવાબદાર વલણને કારણે આપ મુશ્કેલીમાં મુકાઇ શકો છો માટે કામમાં એકચિત્ત રહેવું અને જવાબદારી ઉપાડવાની અને નિભાવવાની તૈયારી રાખવી. વાણીમાં મીઠાશ લાવજો. મનોરંજન અને મોજમસ્તીમાં નાણાં ખર્ચો તેવી શક્યતા છે. આધ્યાત્મિકતા આપને મદદરૂપ સાબિત થશે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22)

આપ ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની અનુભૂતિ કરશો. પત્‍ની તથા પુત્ર તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્ય થાય. લગ્‍ન માટેના સંયોગો સર્જાય. નોકરી ધંધામાં સારી તકો ઉભી થતાં આવકમાં વૃદ્ધિ થાય. મિત્રો સાથે પિકનિકનું આયોજન થાય. સ્‍ત્રી મિત્રો થકી લાભ થવાના યોગ છે. વડીલવર્ગના સહકારથી પ્રગતિ સાધી શકશો.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21)

નાણાંકીય આયોજનો તેમજ વેપાર ધંધા માટે આજનો દિવસ ઘણો સારો છે. આપનું કામ સરળતાથી પાર પડશે અને આપને સફળતા મળશે. લોકહીતની ભાવનામાં આજે વધારો થશે. આપનો દિવસ ખુશીમાં પસાર થશે. નોકરી અને વ્યવસાયમાં આપને પદોન્નતિ અને માનપાન મળશે. આપના પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20)

આપનો આજનો દિવસ મિશ્ર ફળ આપનારો બની રહેશે. આપ આપના વ્યવસાયમાં તેમજ કાર્યોમાં નવા વિચારો અમલમાં મુકશો. આપની સર્જનશીલતા આપ લેખન અને સાહિત્યની પ્રવૃત્તિઓ દ્વારા બહાર લાવશો. છતાં આપને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે. આપને શરીરમાં સ્ફૂર્તિનો અભાવ વર્તાશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કે દલીલમાં ન પડો તે હિતાવહ છે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18)

આપના મનમાં નકારાત્મક વિચારોને કારણે નિરાશા ઉત્પન્ન થઇ શકે માટે આજના દિવસમાં ખાસ તો વિચારોમાંથી નકારાત્મકતા દૂર કરવી અને શક્ય હોય તો સર્જનશીલતા લાવવી. ગુસ્સો ગળી જઈને વાણી અને વર્તનમાં જેટલી મીઠાશ રાખશો એટલા સંબંધો વધુ ખીલી ઉડશે. સ્વાસ્થ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. ભગવાનને યાદ કરવાથી તેમ જ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા આપના મનને શાંતિ મળશે.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20)

આપનો આજનો દિવસ સારી રીતે પસાર થશે. વેપારમાં ભાગીદારી કરવી હોય તો સમય અનુકૂળ છે. આપના દાંપત્યજીવનમાં નિકટતાનો અનુભવ થશે. મિત્રો અને સ્વજનોને પણ મળવાનું થાય. પ્રેમીઓ વચ્ચે રોમાન્સ વધશે. જાહેર જીવનમાં આપના માનપાનમાં વધારો થશે.

ABOUT THE AUTHOR

...view details