મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
આપનો આજનો દિવસ આર્થિક અને વ્યાવસાયિક રીતે લાભદાયી નીવડશે. આજે ધનલાભની સાથે સાથે આપ લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકો છો. જો આપ બિઝનેસ સાથે જોડાયેલા હશો તો તે અંગેનું આયોજન પણ શક્ય બનશે. આજે આપ શરીર અને મનથી તાજગીનો અનુભવ કરશો. આપનો આજનો દિવસ મિત્રો- સ્વજનો સાથે આનંદમાં પસાર થાય. નાનકડો પ્રવાસ પણ સંભવી શકે. આજે કોઇ ધાર્મિક કે પુણ્યનું કાર્ય કરો. એકંદરે શુભ દિવસ છે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:
આપના આજના દિવસે આપની વાણીથી કોઇને મંત્રમુગ્ધ કરીને લાભ મેળવી શકશો તથા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો. આપની વૈચારિક સમૃદ્ધિ વધે અને આપનું મન પ્રફુલ્લિત રહે. આપ કોઇ શુભકાર્ય કરવા પ્રેરાઓ. આજે વઘુ મહેનતે ઓછું પરિણામ મળવા છતાં ખંતપૂર્વક આગળ વધી શકો. આપના નાણાંનું વ્યવસ્િથત આયોજન કરવા અનુકૂળ સમય છે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI:
આજે આપના મનમાં વિચારોના વિવિધ તરંગ ઉઠશે અને આપ વિચારના વમળમાં અટવાયેલાં રહેશો. આજે આપને બુદ્ધિગમ્ય કાર્યોમાં જોડાવું પડે, પરંતુ ચર્ચા કે વાદવિવાદમાં ઊંડા ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે. આજે આપનામાં સંવેદનશીલતા વધશે. ખાસ કરીને સ્ત્રી વર્ગ અને પ્રવાહી પદાર્થથી ચેતતા રહેવું. માનસિક થાકનો અનુભવ થાય. વિચારોમાં દ્વિધાને કારણે ઉચાટ રહે.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
આજનો દિવસ નવા કામની શરૂઆત કે સફળતા માટે સારો રહેશે. મિત્રો અને સ્વજનોને મળીને આપ ખુશી અનુભવશો. ટૂંકી મુસાફરી થઇ શકે. સહોદરો સાથેનો સંબંધ સારો રહેશે. પ્રિયજન સાથેની નિકટતા માણીને આપને આનંદ અનુભવાશે. નાણાંકીય લાભ થાય કે સમાજમાં આદર મળે. આપના વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં. આજે કોઇની સાથે લાગણીથી જોડાશો નહીં.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
આપના દૂર રહેતા મિત્રો અને સ્નેહીઓ સાથેની વાતચીત લાભપ્રદ રહેશે. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્તિ મેળવી શકશો. વાણી દ્વારા કોઇનું મન જીતી શકશો. આપને ધારણા પ્રમાણે કામમાં સફળતા મેળવવા માટે થોડી મહેનત પણ વધારવી પડશે. માત્ર ભાગ્યના ભરોસે રહેવું નહીં. વધુ પડતી યોજના અને વિચારો આપની માનસિક મુંઝવણમાં વધારો કરશે. આપને સ્ત્રી મિત્રોથી મદદ મળી રહેશે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
આજે આપ વાણીના માઘ્યમથી નવા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો જે ભવિષ્યમાં આપના માટે લાભકારી નીવડશે. આપના વિચારોની સમૃદ્ધિ વધશે. શરીર અને મનની પ્રસન્નતા રહેશે. પારિવારિક જીવન આનંદમય રહે. મિત્રવર્ગ અને સગાંસ્નેહીઓ પાસેથી ભેટ- ઉપહાર મળતા આનંદ અનુભવો. શુભ સમાચાર મળે અને આનંદદાયક પ્રવાસ થાય. લગ્નજીવનનું સુખ ભોગવી શકો.