(ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
આજનું રાશિફળ: આજે આપના માટે સમય સંપૂર્ણપણે અનુકૂળ નથી. શરીર અને મનની સ્વસ્થતા ઓછી હોય તેવું લાગ્યા કરશે. મનમાં કારણ વગરની ચિંતા અને ઉપાધિઓના વાદળો ઘેરાયેલા રહેવાની પણ સંભાવના છે. આજે તાજગી અને સ્ફૂર્તિ ઓછી રહેવાથી કામકાજમાં મન ઓછુ લાગે. સ્વજનો સાથે વર્તનન સૌમ્ય રાખવું. માતાની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. જમીન મકાનના દસ્તાવેજો સંભાળીને કરવા. સ્ત્રી અથવા પાણીથી સાચવવું પડશે. જાહેરમાં અપમાનિત થવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સૂર્યના સિંહ રાશિમાં ભ્રમણથી તમારી વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતાના યોગ બનશે. કુટુંબ સાથે સંબંધોમાં મધુરતા આવશે. જોકે, તમારી વાણીમાં ક્રોધ વધારે રહેશે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળવામાં વિલંબ થશે. વિરોધીઓ પર વિજય મળશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. આવેશથી પણ તમારે બચવાનું રહેશે.
ઉપાય – તમારા ઘરની પૂર્વ દિશાની દિવાલ પર ઉગતા સૂર્યનું ચિત્ર લગાવો.