વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :
આજનું રાશિફળ: આપ આપનું લગ્નજીવન માણી શકશો તેમ જ પરિવાર સાથે કોઇ સામાજિક પ્રસંગે અથવા ટૂંકા પ્રવાસે જવાનું થશે જ્યાં આપ આનંદ અનુભવશો. મિત્રો અને સગા-સંબંધીઓ સાથે સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી શકશો. વિદેશમાં આપના કોઇ સ્નેહીઓ રહેતા હોય તો તેમના સારા સમાચાર મળશે. અચાનક આર્થિક લાભ થઇ શકે. વેપારીઓ માટે લાભદાયી સમય છે.સમાજ અને લોકોમાં આપ માન-પાન મેળવી શકશો.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સૂર્ય આજે સિંહ રાશિમાં આવવાથી તમે કોઇપણ પ્રકારની સંપત્તિ ખરીદવામાં રસ લો તેવી શક્યતા છે. વાહન ખરીદીની શક્યતાઓ પણ રહેશે. આ સમયમાં તમને સરકારી કામકાજોમાં ફાયદો થશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમે પરિવારમાં શિસ્તપાલન વધારવાનો પ્રયાસ કરશો.
ઉપાય – દરરોજ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો