વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :
આજનું રાશિફળ:આજે પરિવારને કલેશયુક્ત રાખવા માટે આપે જીભ પર કાબૂ રાખવો પડશે. આપનું વર્તન પણ કોઇને મનદુ:ખ પહોંચાડી શકે છે. તેથી તે બાબત ખાસ ધ્યાન રાખવું. આપના મન પર નકારાત્મક વિચારો પ્રભુત્વ ન જમાવે તેનો ખ્યાલ રાખવો. શારીરિક તંદુરસ્તી પણ નરમ રહેવાની શક્યતા છે. ચિત્તમાં ગ્લાનિનો અનુભવ થઈ શકે છે માટે ધૈર્ય રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં મહેનત વધારવી પડશે.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજથી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ શરૂ થશે જેથી એક મહિના સુધી તમને કામકાજમાં ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થશે. આ સમયમાં તમારી પદોન્નતિ થવાના યોગ બની રહ્યાં છે. તમારી આવકમાં પણ વધારો થશે. તમારા અધિકારમાં વધારો થશે. પારિવારિક જવાબદારીઓ પણ તમે સારી રીતે નિભાવશો અને એક કુશળ વ્યક્તિ બની શકશો. સરકારી ક્ષેત્રમાં લાભ થઇ શકે છે.
ઉપાય – દરરોજ સૂર્યોદયના સમયે ગાયત્રી મંત્રનો જાપ કરો.