વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :
આજનું રાશિફળ: આજે આપને તન અને મનની પ્રસન્નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય પસાર થાય. દોસ્તો કે સગાંસ્નેહીઓ તરફથી આપને ઉપહાર મળે. પ્રિયજન સાથેની મુલાકાતમાં સફળતા મળે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. ધનલાભ અને પ્રવાસના યોગ છે. દાંપત્યજીવનમાં પ્રસન્નતાનો અનુભવ કરશો.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજથી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ શરૂ થશે જેથી એક મહિના સુધી તમને કામકાજમાં ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થશે. આ સમયમાં તમારી પદોન્નતિ થવાના યોગ બની રહ્યાં છે. તમારી આવકમાં પણ વધારો થશે. તમારા અધિકારમાં વધારો થશે. પારિવારિક જવાબદારીઓ પણ તમે સારી રીતે નિભાવશો અને એક કુશળ વ્યક્તિ બની શકશો. સરકારી ક્ષેત્રમાં લાભ થઇ શકે છે.
ઉપાય –દરરોજ સૂર્યોદયના સમયે ગાયત્રી મંત્રનો જાપ કરો.