ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :
આજનું રાશિફળ: આજનો દિવસ આપના માટે થોડો કષ્ટદાયક રહેશે. ખાસ કરીને આરોગ્ય સાચવવું. કુટુંબના સભ્યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની જરૂરિયાતો તેમજ લાગણીઓને સમજવાનો વધુ પ્રયાસ કરવો. તેમને જેટલો વધુ આદર આપશો એટલા સંબંધોમાં ઘનિષ્ઠતાનો અહેસાસ કરશો. ક્રોધથી દૂર રહીને દરેક સાથે હળવાશનો મૂડ રાખવો. અકસ્માતથી સંભાળવું. કોર્ટકચેરીના પ્રશ્નોમાં સાવધાની રાખવી. વધુ પડતો નાણાં ખર્ચ થતાં હાથ ભીડમાં રહે.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સૂર્ય આજથી એક મહિના સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરશે. તેના પ્રભાવ હેઠળ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમે જ્યાં કામ કરતા હોવ ત્યાં તમામ લોકોને સહયોગ પ્રાપ્ત થશે. સમાજમાં પ્રતિષ્ઠિત અને વગદાર લોકોમાં આપનું સ્થાન રહેશે. તમારા પિતા તમારા પર ગર્વ કરી શકશે. જોકે, આ સમય દરમિયાન તમારે પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે.
ઉપાય –કોઇ મંદિરમાં રવિવારે ગોળનું દાન કરવું.