તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
આજનું રાશિફળ:શુભ કે ધાર્મિક પ્રસંગે યાત્રા પ્રવાસનું આયોજન થાય. ભાઇ ભાંડુઓ સાથે સુમેળભર્યા વાતાવરણમાં ઘરના પ્રશ્નોની ચર્ચા થાય. વહેવાર પ્રસંગે બહારગામ જવાનું બને. વિદેશથી સારા સમાચાર આવે. નવા કાર્યોનો પ્રારંભ આજે કરી શકો છો. ધન લાભના યોગ છે. મૂડી રોકાણ માટે અનુકૂળ દિવસ છે. તન મનનું આરોગ્ય જળવાશે. ભાગ્યવૃદ્ધિ થાય.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સૂર્ય હવે સિંહ રાશિમાં આવશે જેના પ્રભાવ હેઠળ તમારી ઇચ્છાઓ પૂરી થવાના યોગ વધારે બળવાન થશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આવકમાં ઝડપથી વધારો થશે. સરકારી ક્ષેત્રોમાંથી લાભ થઇ શકે છે. સરકારી યોજનાઓ દ્વારા પણ તમને કોઇ ફાયદો થઇ શકે છે. શિક્ષણમાં સારું પરિણામ મેળવી શકશો.
ઉપાય – રવિવારના દિવસે ભગવાન વિષ્ણની પૂજા કરો અને તેમને મીઠાઇનો ભોગ ધરાવો.