તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
આજનું રાશિફળ: આપનું માનસિક વલણ શક્ય હોય એટલું સકારાત્મક રાખવાનો પ્રયાસ કરવો. ક્રોધાવેશમાં કોઈપણ ખોટો નિર્ણય લેવાઈ જાય અથવા તમારી વાણીના કારણે કોઈને મનદુઃખ થાય તેવી સ્થિતિ ટાળવા માટે આજે શાંતિ અને ધીરજ રાખવી અને શક્ય હોય તો એકાંતમાં જ રહેવાનો પ્રયાસ કરવો. બિનજરૂરી ખર્ચથી બચવું અને તંદુરસ્તીની કાળજી લેવી. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ ન વળવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત વધારવી પડશે.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ :સૂર્ય હવે સિંહ રાશિમાં આવશે જેના પ્રભાવ હેઠળ તમારી ઇચ્છાઓ પૂરી થવાના યોગ વધારે બળવાન થશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આવકમાં ઝડપથી વધારો થશે. સરકારી ક્ષેત્રોમાંથી લાભ થઇ શકે છે. સરકારી યોજનાઓ દ્વારા પણ તમને કોઇ ફાયદો થઇ શકે છે. શિક્ષણમાં સારું પરિણામ મેળવી શકશો.
ઉપાય –રવિવારના દિવસે ભગવાન વિષ્ણની પૂજા કરો અને તેમને મીઠાઇનો ભોગ ધરાવો.