ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LEO Horoscope for the Day 17 August : જાણો સિંહ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ... - 17 august

LEO Horoscope for the Day 17 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

LEO Horoscope for the Day 17 August
LEO Horoscope for the Day 17 August

By

Published : Aug 17, 2021, 5:47 AM IST

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

આજનું રાશિફળ: નકારાત્‍મક વિચારોને આજે દિમાગમાંથી કાઢી નાખવા. શારીરિક, માનસિક રીતે સ્‍વસ્‍થતા ઓછી રહે માટે કામનું ભારણ લેવાનું ટાળજો. ઘરમાં સુલેહ જાળવી રાખવા માટે વધુ પ્રયાસો કરવા પડે. માતા સાથે વાણી અને વર્તનમાં વધુ વિનમ્રતા રાખવી. જમીન, મકાન, વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. જળાશયથી સાચવવુ. લાગણીશીલતાના પ્રવાહમાં તણાઇ ન જવાની સલાહ આપવામાં આવે છે.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજે સિંહ રાશિમાં સૂર્યની સંક્રાંતિ છે. સૂર્ય હવે એક મહિના સુધી તમારી રાશિમાં રહેશે. આ સમયમાં તમારી નેતૃત્વ ક્ષમતામાં વિકાસ થશે. એકંદરે તમારો દબદબો વધશે. વેપારમાં સફળતા મળવાની શક્યતા છે. તમારા સ્વભાવમાં ઉત્તેજના અથવા આવેશ પણ વધી શકે છે. તમે થોડા અહંકારી બની શકો છો. કઠોર નિર્ણયો લેશો પરંતુ લોકોનું ભલું ઇચ્છશો.

ઉપાય –શ્રી સૂર્ય અષ્ટકનો પાઠ કરો.

સાપ્તાહિક રાશિફળ: પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે, આર્થિક સ્થિતિ સુધરશે.

Lucky Colour: Red

Lucky Day: Tuesday

સપ્તાહનો ઉપાય : મુઠ્ઠીભર મસૂરની દાળ મંદિરમાં ધરવી

સાવધાની : બિન -આમંત્રિત મહેમાન ન બનો

ABOUT THE AUTHOR

...view details