સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
આજનું રાશિફળ: પરિવારના સભ્યો સાથે સુખશાંતિથી દિવસ પસાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્નેહીજનો સાથેનો સંપર્ક કે સંદેશવ્યવહાર આપને લાભદાયી નીવડશે. આપ પ્રભાવિત વાક્છટાથી અન્ય લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી શકો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે.
સાપ્તાહિક રાશિફળ: ભાઈ-બહેન-મિત્રો પ્રગતિનું કારણ બનશે. જ્યારે મન ઉદાસ હોય, ત્યારે તમારા ઈષ્ટદેવની પૂજા કરો, મન પ્રફુલિત થશે.