મિથુન (મે 22 - જૂન 21) GEMINI :
આજનું રાશિફળ:અધુરાં કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્ય લોકો સાથેની વાતચીત દરમ્યાન ક્રોધ પર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સિંહ રાશિમાં સૂર્યના ગોચરના કારણે તમારી સાહસવૃત્તિમાં વધારો થશે. તમે વ્યવસાયને આગળ વધારવા માટે નવી યોજનાઓ પર કામ કરશો. આખા મહિનામાં તમને સારા પ્રમાણમાં માન-સન્માન મળશે. સરકારી ક્ષેત્રોમાંથી મોટો ફાયદો થવાની શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કો વધશે. તમારા આરોગ્યમાં સુધારો આવશે.
ઉપાય – ઓમ સૂર્યાય નમ: મંત્રનો દરરોજ જાપ કરવો.