મિથુન (મે 22 - જૂન 21) GEMINI :
આજનું રાશિફળ:દ્વિધામાં અટવાતું આપનું મન અગત્યના નિર્ણયો લેતા અટકાવશે માટે દરેક બાબતોને વ્યવહારુ અભિગમથી વિચારવી પડશે. વધુ પડતો વિચાર કરવાના બદલે કામ પર ધ્યાન આપશો તો પણ આપ બહેતર અનુભવ કરી શકશો. વધુ પડતી લાગણીશીલતા આપની મક્કમતાને ઢીલી બનાવશે. પાણી તથા અન્ય પ્રવાહી પદાર્થોથી કાળજી રાખવી. પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક અને માનસિક સ્વસ્થતાનો અભાવ રહે.
સાપ્તાહિક રાશિફળ:માન- સનમાન/ ધન અને પરાક્રમમાં વધારો થશે. મુશ્કેલીઓ/ તકલીફો સમાપ્ત થશે, શાંતી મળશે.