કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
આજનું રાશિફળ: સ્વસ્થ ચિત્તથી દિવસ પસાર કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી સાચવવું પડશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે સુલેહ માટે તમારે કેટલીક બાબતોમાં નમતું જોખવાની તૈયારી રાખવી પડશે. વિજાતીય પાત્ર તરફનું વધુ પડતું આકર્ષણ આપના માટે સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું. નવા કામની શરૂઆત કે યાત્રા પ્રવાસ ન કરવા સલાહ ભરેલા છે.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સૂર્યની સંક્રાંતિના એક મહિનાનો આ સમય આપના માટે અનેક વખત મનપસંદ ભોજન લેવાની તકો લઇને આવશે. આ આખા મહિનામાં તમારા પરિવારમાં તમને સારું સન્માન મળે. જોકે, તમે ખર્ચ વધારે કરશો. તમારે આ સમયમાં લોકો સાથે મધુર વ્યવહાર કરવો જોઇએ. તમારી બોલીમાં થોડી કડવાશ આવી શકે છે. વિદેશ સંબંધિત કાર્યોમાં વધારે પરિશ્રમ કરવાની જરૂર પડશે.
ઉપાય –ભગવાન વિષ્ણુની ઉપાસના કરો.