મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
આજનું રાશિફળ: આજે આપને વાણી વર્તન પર સંયમ જાળવવાની અને રાગદ્વેષથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. હિતશત્રુઓથી ચેતતા રહેવું. આજે આપને રહસ્યમય બાબતોમાં વધુ રસ પડે તથા ગૂઢ વિદ્યાઓ તરફ વધારે આકર્ષણ અનુભવો. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પ્રવાસમાં અણધારી મુશ્કેલીઓ આવી શકે છે. નવા કાર્યોની શરૂઆત કરવી સલાહ ભરેલી નથી. આધ્યાત્મિક સિદ્ધિ મળવાના યોગ છે. એકંદરે આજનો દિવસ મિશ્રફળદાયી છે.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : રાશિ પરિવર્તન ભક્તિભાવ વધારનારું રહેશે અને તેમનું મન પૂજાપાઠમાં કેન્દ્રિત થશે. તમારી આવકના નવા માર્ગો ખુલશે. વિદ્યાર્થીઓને સારા પરિણામો મળી શકે છે. તમારી બુદ્ધિ વધારે બળવાન થશે. પિતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. સારા સંસ્કારોમાં વધારો થશે. જોકે, સંતાન સંબંધિત કોઇ ચિંતા વધી શકે છે.
ઉપાય-દરરોજ સૂર્યની ઉપાસના કરવી અને સૂર્ય દેવને તાંબાના લોટામાં પાણી અર્પણ કરવું.