તેલંગાણા: 'આશા એન્કાઉન્ટર' (Indian film director Ram Gopal Varma ) રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ (Ram Gopal Varma movies) છે. RGVએ 2019માં હૈદરાબાદના ઉપનગરોમાં થયેલી હત્યાની વાસ્તવિક વાર્તા પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ હત્યાના આરોપી એન્કાઉન્ટરની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. જોકે, શેખર રાજુએ દાવો કર્યો હતો કે, વર્માએ ફિલ્મના નિર્માણ માટે તેમની પાસેથી પૈસા લીધા હતા.
બોલિવૂડના મોજીલા ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ
ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ (Ram Gopal Varma fraud case) નોંધવામાં આવ્યો છે. શેખર આર્ટ્સ ક્રિએશનના માલિક કોપ્પડા શેખર રાજુએ વર્મા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બોલિવૂડના મોજીલા ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ
શેખરે કહ્યું કે, RGVએ 2020 માં રૂ. 8 લાખ, 20 લાખ, અને 28લાખ આમ ત્રણ ટર્મમાં લીધા હતા. તેણે કહ્યું કે, આરજીવીએ તેને ખાતરી આપી હતી કે, તે આશા એન્કાઉન્ટર ફિલ્મની રિલીઝ પહેલા પૈસા પરત કરશે. તેણે કહ્યું કે, વર્મા 'આશા એન્કાઉન્ટર' ફિલ્મના નિર્માતા ન હોવાથી તેમને છેતરવામાં આવ્યા હોવાનો અહેસાસ થતાં તેમણે વર્મા વિરુદ્ધ ફરિયાદ (Ram Gopal Varma fraud case) નોંધાવી હતી.
આ પણ વાંચો:જ્ઞાનવાપી કેસમાં કોર્ટ પહેલા મુસ્લિમ પક્ષને સાંભળશે, હવે આગામી 26 મેના રોજ થશે સુનાવણી