- બાબા કા ઢાબા (Baba Ka Dhaba)ના વીડિયોનો મામલો
- બાબા કાન્તા પ્રસાદે યુ-ટ્યૂબર ગૌરવ વાસન સામે નોંધાવી FIR
- પોલીસ આરોપી ગૌરવ વાસન સામે આરોપપત્ર દાખલ કરશે
નવી દિલ્હીઃ માલવીય નગરમાં આવેલા બાબા કા ઢાબા (Baba Ka Dhaba)નો વીડિયો જોઈને ગૌરવે સહાયતા માટે મળેલી રકમમાં ગડબડ કરી હતી. તેણે તેના અને તેની પત્નીના બેન્ક ખાતામાં 4 લાખ રૂપિયાથી વધારે રકમ લીધી હતી. આ રકમ તેણે બાબાને પોતાની સામે થયેલી FIR દાખલ થયા પછી આપી હતી. આ માટે ઝડપથી પોલીસ આ મામલામાં યુટ્યૂબર (Youtuber) ગૌરવ વાસન સામે આરોપપત્ર દાખલ કરવા જઈ રહી છે. તો બીજી તરફ ઉંઘની ગોળી ખાવાથી અત્યારે બાબાની હાલત ગંભીર છે.
આ પણ વાંચો-'બાબા કા ઢાબા' ચલાવનારા કાંતા પ્રસાદે ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
બાબાનો વીડિયો બનાવી ગૌરવ વાસન પોતે પૈસા કમાયો
આ અંગે મળતી માહિતી અનુસાર, ગયા ઓક્ટોબર મહિનામાં ગૌરવ વાસને પોતાની યૂ-ટ્યૂબ ચેનલ પર બાબા કા ઢાબા (Baba Ka Dhaba)ની સ્ટોર બતાવી હતી. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે, કઈ રીતે 80 વર્ષીય વડીલ ઢાબા ચલાવીને મુશ્કેલીથી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ વીડિયો વાઈરલ થતા જ મોટી સંખ્યામાં લોકોએ બાબાની મદદ માટે હાથ આગળ લંબાવ્યો હતો. આ દરમિયાન લોકોને બાબાની મદદ કરવા માટે ગૌરવે પોતાના અને તેની પત્નીનું બેન્ક ખાતું આપ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ સહાયતા માટે બંનેના બેન્ક ખાતામાં રૂપિયા મોકલ્યા હતા. સૂત્રોનું માનીએ તો, આ રકમ 4 લાખથી વધારે રૂપિયાની હતી. આ રકમ બેન્ક ખાતામાં આવ્યા બાદ ગૌરવે બાબાને તે રકમ આપી ન હતી.