ઉત્તરાખંડ : રાજ્યમાં આ વખતે ચોમાસા પહેલા જ હવામાન ડરાવા લાગ્યું છે. ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ચારધામ યાત્રામાં ખલેલ પડી રહી છે. સાથે જ કડકડતી ઠંડીના કારણે મુસાફરોની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ, ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ વર્ષે ચાલું યાત્રા દરમિયાન 21 મુસાફરોના મોત થયા છે.
ભક્તોના મૃત્યું આંકમાં સતત વધારો :નોંધનીય છે કે અત્યાર સુધીમાં 4,74,622 શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ ગયા છે. બીજી તરફ 6 મેના રોજ કુલ 38,523 ભક્તોએ ચાર ધામના દર્શન કર્યા હતા. ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ વર્ષે મુસાફરીની સિઝનમાં અત્યાર સુધીમાં 21 મુસાફરોના મોત થયા છે. કેદારનાથમાં સૌથી વધુ 8 મોત થયા છે. બીજા નંબર પર યમુનોત્રીના જાનકી ચટ્ટીમાં 6 મોત થયા છે. યાત્રાની સિઝન શરૂ થયા બાદ બદ્રીનાથમાં 4 ગંગોત્રી અને 3ના મોત થયા છે. ઉત્તરાખંડમાં પ્રવાસની મોસમ શરૂ થતાં જ હવામાને પણ પાયમાલી શરૂ કરી દીધી હતી.