ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Chardham Project: ચાર ધામ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી - ઓલ વેધર રોડ પ્રોજેક્ટ

દેશની સર્વોચ્ચ અદાલતે મંગળવારે કેન્દ્રના ચાર ધામ પ્રોજેક્ટના (Chardham Project) ભાગ રૂપે ઓલ વેધર રોડને (All Weather Road Project)પહોળો કરવાનો માર્ગ સાફ કર્યો હતો. આ નિર્ણય બાદ રોડની પહોળાઈ 10 મીટર વધારી શકાશે.

Chardham Project: ચાર ધામ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
Chardham Project: ચાર ધામ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

By

Published : Dec 14, 2021, 1:13 PM IST

  • સુપ્રીમ કોર્ટે ચાર ધામ પ્રોજેક્ટને આપી મંજૂરી
  • ઓલ વેધર રોડ પ્રોજેક્ટ હેઠળ રોડની પહોળાઈ વધારવાની મંજૂરી પણ આપી
  • 12 હજાર કરોડના ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ રસ્તાને પહોળો કરવામાં આવશે

દિલ્હી: સુપ્રીમ કોર્ટે ચાર ધામ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે ઓલ વેધર રોડ પ્રોજેક્ટ (All Weather Road Project) હેઠળ રોડની પહોળાઈ વધારવાની મંજૂરી પણ આપી છે. કોર્ટના આ નિર્ણય બાદ ઉત્તરાખંડમાં ચીનની સરહદ સુધી ડબલ લેન હાઈવે બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કોર્ટે આ મામલાની સુનાવણી કરતા કહ્યું હતું કે હાઈવે માટે રસ્તાની પહોળાઈ વધારવામાં રક્ષા મંત્રાલયની કોઈ ઈચ્છા નથી. તાજેતરના સમયમાં, સરહદો પર સુરક્ષા માટે ગંભીર પડકારો છે. અદાલત સશસ્ત્ર દળોની માળખાકીય જરૂરિયાતોની આગાહી કરી શકતી નથી.

સુપ્રીમ કોર્ટે કમિટીને દર ચાર મહિને પોતાનો રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એકે સિકરીની અધ્યક્ષતામાં એક નિરીક્ષણ સમિતિની રચના કરી છે. આ સમિતિ બાંધકામ દરમિયાન પર્યાવરણના હિતમાં લેવાતા પગલાંની ખાતરી કરશે. સુપ્રીમ કોર્ટે કમિટીને દર ચાર મહિને પોતાનો રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે બંને પક્ષોને બે દિવસમાં લેખિત સૂચનો આપવા જણાવ્યું હતું

11 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે ચાર ધામ પ્રોજેક્ટમાં રસ્તાની પહોળાઈ વધારવાના મામલે નિર્ણય અનામત રાખ્યો હતો. કેન્દ્ર અને અરજદાર કોલિન ગોન્સાલ્વિસની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. કોર્ટે બંને પક્ષોને બે દિવસમાં લેખિત સૂચનો આપવા જણાવ્યું હતું. લગભગ 900 કિલોમીટરના ચાર ધામ ઓલ વેધર હાઈવે પ્રોજેક્ટમાં (Char Dham All Weather Highway Project) રસ્તાની પહોળાઈ વધારી શકાય કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય લેવાનો હતો. હવે આ નિર્ણય બાદ રોડની પહોળાઈ વધારીને 10 મીટર કરી શકાશે.

પર્યાવરણવાદીઓએ કેન્દ્રની યોજના સામે વાંધો ઉઠાવ્યો હતો

કેન્દ્ર સરકારના ઓલ વેધર રોડ હેઠળ ઉત્તરાખંડના ચાર ધામ જેવા કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીને હાઈવે દ્વારા જોડવાની યોજના છે. ઘણા પર્યાવરણવાદીઓએ કેન્દ્રની યોજના સામે વાંધો ઉઠાવ્યો હતો.

ચાર ધામ પ્રોજેક્ટના ફાયદા :

  • 12 હજાર કરોડના ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ રસ્તાને પહોળો કરવામાં આવશે. અગાઉ તેનું નામ ઓલ વેધર રોડ પ્રોજેક્ટ હતું, જેને બદલીને ચારધામ પ્રોજેક્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના ચાર મુખ્ય યાત્રાધામો યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથને રસ્તા દ્વારા જોડવામાં આવશે.
  • આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં તેનો શિલાન્યાસ કર્યો હતો. સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન બે ટનલ, 15 પુલ, 25 મોટા પુલ, 18 પેસેન્જર સર્વિસ સેન્ટર અને 13 બાયપાસ બનાવવાની દરખાસ્ત છે.
  • કુલ 899 કિલોમીટરના હાઈવે પ્રોજેક્ટમાં સમગ્ર ઉત્તરાખંડમાં રસ્તાઓનું નેટવર્ક વિકસાવવામાં આવશે. આ રસ્તાઓને કારણે સુરક્ષા દળો માટે ચીનની સરહદ સુધી પહોંચવામાં સરળતા રહેશે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 53 પ્રોજેક્ટ પર કામ કરવામાં આવનાર છે.

ABOUT THE AUTHOR

...view details