ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના બદલાપુરની એક ફેક્ટરીમાં ગેસ લિકેજ થતા અફરાતફરી મચી - મહારાષ્ટ્ર ગેસ દુર્ઘટના

મહારાષ્ટ્રના બદલાપુરમાં ગુરુવારે રાત્રે એક ફેક્ટરીમાંથી ગેસ લિકેજ થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો, જેના કારણે અનેક લોકો હેરાન થતા અફરાતફરી મચી ગઈ હતી.

ફેક્ટરીમાં ગેસ લિકેજ
ફેક્ટરીમાં ગેસ લિકેજ

By

Published : Jun 4, 2021, 9:27 AM IST

  • મહારાષ્ટ્રના બદલાપુરની એક ફેક્ટરીમાં ગેસ લિકેજ
  • ગુરુવારે રાત્રે 10 વાગ્યે ફેક્ટરીમાંથી ગેસ લિકેજ થયો
  • ગેસ લિકેજથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી

મુંબઈઃ મહારાષ્ટ્રના બદલાપુરમાં ગુરુવારે રાત્રે 10.22 વાગ્યે એક ફેક્ટરીમાંથી ગેસ લિકેજની દુર્ઘટના થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના અંગે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, જ્યારે તે પોતાના સાથીઓ સાથે ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા તો તેમને અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ત્યારબાદ તેમને જાણવા મળ્યું હતું કે, વિસ્તારમાં એક ફેક્ટરીમાંથી ગેસ લિકેજ થઈ રહ્યો છે.

આ પણ વાંચો-વડોદરામાં ડ્રેનેજની કામગીરીથી ગેસ લિકેજ થતાં મોટી દુર્ઘટના ટળી

ગેસ લિકેજ થવાની સૂચના પર થાણે મહાનગરપાલિકા હરકતમાં આવી

અનેક સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ત્યારબાદ ગેસ લિકેજ થવાની સૂચના પર થાણે મહાનગરપાલિકા હરકતમાં આવી હતી. મહાનગરપાલિકાએ ગેસ લિકેજને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો-LIVE - નાશિક ઓક્સિજન લિકેજ મામલે રાજેશ ટોપે

11.30 વાગ્યે ગેસ લિકેજ બંધ થયો

મહાનગરપાલિકાએ ગેસ લિકેજને રાત્રે 11.30 વાગ્યા સુધી રોકી લીધો હતો. ત્યારબાદ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, સમગ્ર સ્થિતિ કાબૂમાં છે. ગેસ લિકેજ બંધ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details