નવી દિલ્હીઃદિલ્હી સર્વિસ બિલ સંસદમાં પાસ થતાં જ કેજરીવાલ સરકારે મંત્રીમંડળમાં મોટા ફેરફાર કર્યા છે. કેજરીવાલ સરકારના મંત્રીમંડળમાં સામેલ થયેલા 6 મંત્રીઓમાં આતિશી સૌથી શક્તિશાળી મંત્રી ગણાઈ રહી છે. ગઈ વખતે મંત્રીમંડળનો વિસ્તાર કરાયો ત્યારે આતિશીને નાણામંત્રાલય જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે આતિશીને સર્વિસ સેક્ટર અને વિજિલન્સ વિભાગ પણ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલને આ ફેરફાર દર્શાવતી ફાઈલ મોકલી અપાઈ છે. કેજરીવાલ સરકારના મંત્રીમંડળમાં આતિશી અને સૌરભ ભારદ્વાજ બંને સામેલ થયા છે.અત્યાર સુધી સર્વિસ સેક્ટર સૌરભ ભારદ્વાજ પાસે હતું. ભૂતકાળમાં જ્યારે સુપ્રીમ કોર્ટે દિલ્હીની સર્વિસ સંદર્ભે ચૂકાદો આપ્યો હતો તેના પછી તરત સૌરભ ભારદ્વાજે સર્વિસ અને વિજિલન્સના અધિકારીઓ વિરૂદ્ધ પગલા ભર્યા હતા.
Delhi Govt News: કેજરીવાલ સરકાર મંત્રીમંડળના વિભાગોમાં ફેરફાર, આતિશી પાસે હવે છે 11 વિભાગો, આતિશી બની બીજા ક્રમની શક્તિશાળી મંત્રી - અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારે પોતાા મંત્રીઓના વિભાગમાં મોટા ફેરફારો કર્યા છે. આતિશીને 11 વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે અને તે કેજરીવાલ સરકાર કેબિનેટની શક્તિશાળી મંત્રી બની ગઈ છે. આતિશીને સર્વિસ સેક્ટર અને વિજિલન્સની પણ જવાબદારીઓ સોંપાઈ છે. વધુ વિગતે વાંચો આગળ
કુલ 11 વિભાગોની જવાબદારીઃહવે આતિશીને સર્વિસ અને વિજિલન્સ વિભાગ સોંપવામાં આવ્યા છે. કેજરીવાલ સરકારના કેબિનેટમાં સામેલ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાને જેલ થઈ ત્યારે આતિશી અને સૌરભ ભારદ્વાજને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા.ત્યારથી લઈને મંત્રી મંડળમાં ત્રીજો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આતિશી પાસે કુલ 11 વિભાગોની જવાબદારી આવી ગઈ છે અને તે કેજરીવાલ સરકારની કેબિનેટમાં બીજા ક્રમની મહત્વની મંત્રી બની ગઈ છે.
આતિશી વિશે જાણોઃ આતિશી કાલકાજી વિધાનસભા બેઠકની ધારાસભ્ય છે. તેનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમની માતાનું નામ તૃપ્તા વાહી અને પિતાનું નામ વિજયકુમાર સિંહ છે. તેમના પિતા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. આતિશી પંજાબી રાજપૂત સમાજમાંથી આવે છે. તેમને શિક્ષણ દિલ્હીની સ્પ્રિંગફિલ્ડ સ્કૂલમાંથી મેળવ્યું છે. સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી તેમણે ગ્રેજ્યુએશન કર્યુ છે. અભ્યાસ કર્યા બાદ રોહ્ડ્સ સ્કોલરશિપ મેળવીને ઓક્સફર્ડ કોલેજમાં માસ્ટર્સ કર્યું. વર્ષ 2012માં અન્ના આંદોલન સમયે બનેલ આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા.