ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજથી થવા જઈ રહ્યા છે આ ફેરફારો, બેંકિંગથી લઈને ટેક્સ અને પોસ્ટ ઓફિસ સુધીના નિયમો બદલાશે - ગેસ સિલિન્ડર મોંઘો

નવા નાણાકીય વર્ષ આજથી (1લી એપ્રિલ 2022)થી શરૂ થઈ (changes from 1 april 2022) રહ્યું છે. આવી સ્થિતિમાં, તમારા પૈસા સંબંધિત ઘણા ફેરફારો થવાના છે, તેથી તમારે 1 તારીખ પહેલા આ બધા ફેરફારો વિશે જાણવું જોઈએ.

1 એપ્રિલથી થવા જઈ રહ્યા છે આ ફેરફારો, બેંકિંગથી લઈને ટેક્સ અને પોસ્ટ ઓફિસ સુધીના નિયમો બદલાશે
1 એપ્રિલથી થવા જઈ રહ્યા છે આ ફેરફારો, બેંકિંગથી લઈને ટેક્સ અને પોસ્ટ ઓફિસ સુધીના નિયમો બદલાશે

By

Published : Mar 28, 2022, 9:34 AM IST

Updated : Apr 1, 2022, 11:50 AM IST

નવી દિલ્હી:નવું નાણાકીય વર્ષ આજથી (1લી એપ્રિલ 2022)થી શરૂ થઈ (changes from 1 april 2022) રહ્યું છે. આવી સ્થિતિમાં, તમારા અને તમારા પૈસા સંબંધિત ઘણા ફેરફારો થવાના છે. નવા મહિનાની શરૂઆત પહેલા આ બધા ફેરફારો વિશે જાણવું મહત્વપૂર્ણ છે, જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. તેમાં પોસ્ટ ઓફિસથી લઈને બેંકિંગ અને રોકાણ સુધીના ઘણા નિયમો સામેલ છે.

આ પણ વાંચો:બાગપતના બિજેન્દ્ર યુક્રેનવાસીઓ માટે બન્યા મસીહા, 40 કરોડની દવાઓનું વિતરણ

પોસ્ટ ઓફિસની સ્કીમમાં ફેરફારઃ 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમના નિયમોમાં ફેરફાર (Changes in post office scheme rules) કરવામાં આવી રહ્યા છે. 1 એપ્રિલથી લાગુ થતા નિયમો હેઠળ હવે ગ્રાહકોએ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરવા માટે સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે. આ સાથે, નાની બચતમાં જમા રકમ પર અગાઉ જે વ્યાજ મળતું હતું, તે હવે પોસ્ટ ઓફિસના બચત ખાતા અથવા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ સાથે, પહેલાથી અસ્તિત્વમાં છે, તે બેંક ખાતા અથવા પોસ્ટ ઓફિસ ખાતાને પોસ્ટ ઓફિસના નાના બચત ખાતા સાથે લિંક કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

પોસ્ટ ઓફિસની સ્કીમમાં ફેરફાર

એક્સિસ બેંકે આ નિયમોમાં ફેરફાર કર્યોઃ એક્સિસ બેંકે સેવિંગ્સ એકાઉન્ટ માટે (Changes in the rules of the bank) સરેરાશ માસિક બેલેન્સ લિમિટ 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરી છે. બેંકના આ નિયમો 1લી એપ્રિલ 2022થી લાગુ થશે.

એક્સિસ બેંકે આ નિયમોમાં ફેરફાર કર્યો

PNBનો આ નિયમ પણ બદલાઈ ગયોઃ PNBએ જાહેરાત કરી છે કે, 4 એપ્રિલથી બેંક પોઝિટિવ પે સિસ્ટમ લાગુ (Changes in the rules of the bank) કરવા જઈ રહી છે. પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ, ચકાસણી વિના ચેકની ચુકવણી શક્ય નથી અને આ નિયમ રૂ. 10 લાખ કે તેથી વધુના ચેક માટે ફરજિયાત છે. PNBએ તેની સત્તાવાર વેબસાઇટ પર આ નિયમ વિશે માહિતી આપી છે.

PNBનો આ નિયમ પણ બદલાઈ ગયો

1 એપ્રિલથી ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લાગશેઃકેન્દ્ર સરકારે બજેટમાં ક્રિપ્ટો ટેક્સ વિશે (Tax on cryptocurrency) માહિતી આપી હતી. 1 એપ્રિલથી સરકાર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA) અથવા ક્રિપ્ટો પર પણ 30 ટકા ટેક્સ વસૂલશે. આ સિવાય, જ્યારે પણ ક્રિપ્ટો એસેટ વેચવામાં આવે છે, તો તેના વેચાણ પર 1% TDS પણ કાપવામાં આવશે.

1 એપ્રિલથી ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લાગશે

ઘર ખરીદનારા ચોંકી જશેઃ 1 એપ્રિલથી ઘર ખરીદવું મોંઘુ થઈ જશે. કેન્દ્ર સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને કલમ 80EEA હેઠળ ટેક્સ છૂટનો લાભ આપવાનું બંધ કરવા જઈ રહી છે.

ઘર ખરીદનારા ચોંકી જશે

દવાઓ મોંઘી થશે:આ સિવાય (Medicines are expensive) પેઈન કિલર, એન્ટીબાયોટીક્સ, એન્ટી વાઈરસ જેવી ઘણી દવાઓની કિંમતોમાં 10 ટકાથી વધુનો વધારો થશે. સરકારના આ નિર્ણય બાદ 800 થી વધુ દવાઓના ભાવ વધશે.

મોંઘા થઈ શકે છે ગેસ સિલિન્ડરઃસરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા (Gas cylinders are expensive) કરે છે. માનવામાં આવે છે કે, 1 એપ્રિલે સરકાર ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરી શકે છે.

મોંઘા થઈ શકે છે ગેસ સિલિન્ડર

PAN-આધાર લિંકિંગ: જો તમે 31 માર્ચ, 2022 સુધીમાં તમારા PAN ને તમારા આધાર નંબર સાથે લિંક નહીં કરો, તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે અને તેના માટે તમારી પાસેથી દંડ વસૂલવામાં આવશે. જોકે, સરકારે હજુ સુધી દંડની રકમ જાહેર કરી નથી. પરંતુ તેનાથી બચવા માટે, તમારા PAN ને આધાર સાથે લિંક કરાવો.

PAN-આધાર લિંકિંગ

આ પણ વાંચો:Power Politics Pakistan: વિપક્ષ પર ઈમરાનનો હુમલો, કહ્યું- 30 વર્ષથી પાકિસ્તાનને લૂંટી રહ્યા છે ત્રણ 'ઉંદરો'

PF એકાઉન્ટ પર ટેક્સઃકેન્દ્ર સરકાર 1 એપ્રિલથી નવા આવકવેરા કાયદા લાગુ કરવા જઈ રહી છે. વાસ્તવમાં, 1 એપ્રિલથી, હાલના પીએફ ખાતાને બે ભાગમાં વહેંચી શકાય છે, જેના પર પણ ટેક્સ લાગશે. નિયમો અનુસાર, EPF ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધીના કરમુક્ત યોગદાનની મર્યાદા લાદવામાં આવી રહી છે. જો આનાથી ઉપર યોગદાન આપવામાં આવશે, તો વ્યાજની આવક પર કર લાગશે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેના નિયમો: 1 એપ્રિલથી, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેની ચુકવણી ચેક, બેંક ડ્રાફ્ટ અથવા અન્ય કોઈ ભૌતિક માધ્યમ દ્વારા કરી શકાશે નહીં. વાસ્તવમાં, મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન એગ્રીગેશન પોર્ટલ MF યુટિલિટીઝ (MFU) 31 માર્ચ, 2022 થી ચેક-ડીડી વગેરે દ્વારા ચુકવણીની સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે. ફેરફાર હેઠળ, 1 એપ્રિલ, 2022 થી મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરવા માટે, તમારે ફક્ત UPI અથવા નેટબેંકિંગ દ્વારા ચૂકવણી કરવી પડશે.

Last Updated : Apr 1, 2022, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details