હૈદરાબાદઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લેન્ડર વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાનનો બહાર આવતો વીડિયો શેર કર્યો છે. ઈસરોએ એક્સ પર આ વીડિયો શેર કર્યો અને પોસ્ટમાં લખ્યું કે, ચંદ્રયાન-3નું રોવર લેંડરથી ચંદ્રની સપાટી પર ઉતર્યું. બીજી એક પોસ્ટમાં લખ્યું કે ટચડાઉન અગાઉ લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રનો ફોટો કેવો લીધો છે.
ચંદ્રયાન-2 પણ રાખી રહ્યું છે નજરઃ આ વીડિયોમાં લેન્ડર વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાન ધીરે રહીને સરકીને ચંદ્રની સપાટી પર અવતરણ કરે છે. જેને લેન્ડર ઈમેજર કેમેરામાં જોવામાં આવ્યો. ચંદ્રયાન-2ના ઓર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરા દ્વારા લેવાયેલ ચંદ્રયાન-3ના લેન્ડરનો ફોટોને પણ ઈસરોએ જાહેર કર્યો હતો. અત્યારે સૌથી હાઈ રિઝોલ્યુશનવાળો કેમેરો ચંદ્રયાન-3ને જોઈ રહ્યો છે.
26 કિલોનું છે રોવર પ્રજ્ઞાનઃ 2019માં ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2 ચંદ્રની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે. ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગના કેટલાક કલાકો બાદ લેન્ડર વિક્રમમાંથી 26 કિલોનું રોવર પ્રજ્ઞાન બહાર નીકળ્યું હતું. ઈસરોએ ગુરૂવારે સાંજે જણાવ્યું કે દરેક પ્રક્રિયા સમયાનુસાર થઈ રહી છે.
રોવરની ગતિશીલતાનું સંચાલનઃ દરેક પ્રણાલિ યોગ્ય અવસ્થામાં છે. લેન્ડર મોડ્યુલ પેલોડ ઈએલએસએને આજે શરૂ કરી દેવાઈ છે. રોવરની ગતિશીલતાનું સંચાલન શરૂ થઈ ગયું છે. પ્રોપલ્શન મોડ્યુલ પર શેપ પેલોડ રવિવારે શરૂ કરવામાં આવ્યો હતો. ભારતના માનવ રહિત ચંદ્રયાન-3 દ્વારા સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું ત્યારે બુધવારે ભારતે ઈતિહાસ રચ્યો. આ સિદ્ધિ મેળવનાર ભારત ચોથો દેશ બન્યો અને ચંદ્રના દક્ષિણ ધૃવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો.
- Chandrayaan-3 News: ઈસરોએ ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધેલી લેન્ડર વિક્રમના ફોટો મોકલ્યા
- Chandrayaan 3 Landing: 15 વર્ષમાં ભારતના ત્રણ ચંદ્ર મિશન, જાણો અગાઉના બે મિશન વિશે