ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Chandrayaan 3 : અવકાશયાને દિશા બદલી, ચંદ્રની આસપાસ ગોળાકાર ભ્રમણકક્ષા પ્રાપ્ત કરશે : ISRO - ચંદ્ર ભ્રમણકક્ષા

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રયાન-3 ની લેટેસ્ટ માહિતી આપી છે.  ISRO એ જણાવ્યું હતું કે. ચંદ્રયાન-3 અવકાશયાન ચંદ્રની આસપાસની નજીકમાં ગોળાકાર ભ્રમણકક્ષા હાંસલ કરવા માટે દિશા બદલી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, 23 ઓગસ્ટે યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર ઉતરાણ કરે તેવું અનુમાન છે.

Chandrayaan 3
Chandrayaan 3

By

Published : Aug 14, 2023, 5:11 PM IST

હૈદરાબાદ :ISRO દ્વારા ચંદ્રયાન-3 મિશન અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 અવકાશયાન દિશા બદલીના બીજા સ્ટેજમાંથી પસાર થઈને ચંદ્રની આસપાસ ગોળાકાર ભ્રમણકક્ષા પ્રાપ્ત કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ અંગે ISRO દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, હવે મિશનનો ભ્રમણકક્ષા પરિભ્રમણ તબક્કો શરૂ થાય છે. યાન દ્વારા આજે કરવામાં આવેલ ચોક્કસ દાવપેચથી 150 કિમી x 177 કિમીની નજીકની ગોળાકાર ભ્રમણકક્ષા હાંસલ કરી છે. આગામી 16 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે લગભગ 8:30 કલાક આસપાસ આ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચંદ્રયાનનો પ્રવાસ : 100 કિમી ભ્રમણકક્ષા સુધી પહોંચવા માટે 16 ઓગસ્ટના રોજ લેન્ડિંગ મોડ્યુલ પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે. લેન્ડિંગ મોડ્યુલમાં લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. ત્યારબાદ લેન્ડર ડીબૂસ્ટ એટલે કે, ઝડપ ધીમી કરવાની પ્રક્રિયામાંથી પસાર થશે અને 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર ઉતરાણ કરે તેવી અપેક્ષા છે. ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 ના લોન્ચ થયા પછીના ચાર અઠવાડિયામાં છ હિસ્સામાં અવકાશયાનને પૃથ્વીથી દૂર ભ્રમણકક્ષામાં ઉડાડ્યું હતું.

મિશન ચંદ્રયાન-3 : 1 ઓગસ્ટના રોજ એક મુખ્ય સ્ટેપ દ્વારા અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ સફળતાપૂર્વક મોકલવામાં આવ્યું હતું. આ ટ્રાન્સ-લુનર ઈન્જેક્શન બાદ ચંદ્રયાન-3 અવકાશયાન પૃથ્વીની પરિક્રમામાંથી નીકળી ગયું હતું. ત્યારબાદ ચંદ્રયાનને તેની ગંતવ્યસ્થાન ચંદ્ર તરફ જવાના માર્ગને અનુસરવાનું શરૂ કર્યું હતું. ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2 માટેનું ફોલો-ઓન મિશન છે. જે ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ અને ફરવા માટે end-to-end ક્ષમતા દર્શાવે છે. ઉપરાંત આ યાન લેન્ડર અને રોવર કન્ફિગરેશન ધરાવે છે. તેમાં સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવરનો સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી ટેકનોલોજી વિકસાવવા અને તેનું પ્રદર્શન કરવાનો છે.

અત્યાધુનિક ટેક્નોલોજી : પ્રોપલ્શન મોડ્યુલ 100 કિમી ચંદ્ર ભ્રમણકક્ષા સુધી લેન્ડર અને રોવર કન્ફિગરેશનને લઈને જશે. ચંદ્રની ભ્રમણકક્ષાને લુનાર ઓરબીટ કહેવાય છે. આ લુનાર ઓરબીટથી પૃથ્વીના સ્પેક્ટ્રલ અને ધ્રુવીય માપનો અભ્યાસ કરવા માટે પ્રોપલ્શન મોડ્યુલમાં સ્પેક્ટ્રો-પોલરીમેટ્રી ઓફ હેબિટેબલ પ્લાનેટ અર્થ (SHAPE) પેલોડ છે.

મિશનનો ઉદ્દેશ્ય : ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ ઉતરાણ દર્શાવવા, ચંદ્ર પર રોવરને ફરવાનું નિદર્શન કરવા અને ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે. લેન્ડરમાં ચંદ્રની ચોક્કસ જગ્યા પર સોફ્ટ લેન્ડ કરવાની ક્ષમતા હશે. ઉપરાંત તેમાંથી રોવર તૈનાત કરવામાં આવશે જે ચંદ્રની સપાટીનું ઇન-સીટુ રાસાયણિક વિશ્લેષણ કરશે. લેન્ડર અને રોવર પાસે ચંદ્રની સપાટી પર પ્રયોગો કરવા માટે વૈજ્ઞાનિક પેલોડ છે.

રશિયન ચંદ્ર મિશન : રશિયન અવકાશ એજન્સી રોસ કોસમોસ દ્વારા 47 વર્ષમાં દેશનું પ્રથમ ચંદ્ર લેન્ડર 11 ઓગસ્ટ, 2023 સ્થાનિક સમય મુજબ ચંદ્ર મિશન લુના-25 લોન્ચ કરવામાં આવ્યું છે. રશિયન મિશન ભારતના ત્રીજા ચંદ્ર અવકાશયાન ચંદ્રયાન-3 સાથે એકરુપ છે. કારણ કે બંને લેન્ડર્સ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરવાનું લક્ષ્ય ધરાવે છે. બીજી રીતે કહેવામાં આવે તો આ રશિયન અવકાશ એજન્સી સામે ભારતીય અવકાશ એજન્સી ISRO ની સીધી સ્પર્ધા છે.

પ્રતિસ્પર્ધી દેશ : ભારત અને રશિયા બંને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બનવાનું લક્ષ્ય ધરાવે છે. શુક્રવારે વહેલી સવારે (IST) લોન્ચ કરાયેલ રશિયન અવકાશયાનને ચંદ્રની આસપાસની મુસાફરી કરવામાં લગભગ સાડા પાંચ દિવસ લાગશે. લુના-25 ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાનાંતરિત થતા પહેલા અને છેલ્લે ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરે તેવી ધારણા છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં માત્ર ત્રણ દેશોએ ચંદ્ર પર સફળ ઉતરાણનું સંચાલન કર્યું છે. જેમાં પ્રથમ ભૂતપૂર્વ સોવિયેત યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનનો સમાવેશ થાય છે.

  1. Chandrayaan 3: ફ્લાઈટમાંથી ચંદ્રયાન-3 કેવું દેખાયું, જુઓ અદભૂત વીડિયો
  2. ISRO Chandrayaan 3: હાથમાં હનુમાન ચાલીસા અને ગાયત્રી પાઠ કરીને શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરી

ABOUT THE AUTHOR

...view details