નવી દિલ્હીઃઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેનું ચંદ્રયાન-3 મિશન તારીખ 14 જુલાઈએ લોન્ચ કર્યું હતું. હવે ચંદ્રયાન-3 તેના મિશન પર સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. દરમિયાન, અવકાશ એજન્સીએ માહિતી આપી છે કે, મિશન સમયસર એની ગતિ પર છે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા તૈયાર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેથી આ વખતેના પ્રોજેક્ટમાં એવી કોઈ જ ભૂલ ફરી ન થાય.
બાહુબલી રોકેટઃઆ મિશન હાલમાં ચંદ્રની યાત્રા પર છે, જે ખૂબ જ ખાસ છે. અગાઉ ચંદ્રયાન-3ને ISROના 'બાહુબલી' રોકેટ LVM3થી મોકલવામાં આવ્યું હતું. વાસ્તવમાં, બુસ્ટર અથવા કહો કે, શક્તિશાળી રોકેટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળવા માટે વાહન સાથે ઉડે છે. જો સીધા ચંદ્ર પર જવા માંગતા હો, તો એક મોટા અને વધુ શક્તિશાળી રોકેટની જરૂર પડે છે. યાનને વધુ ઇંધણની પણ જરૂર પડે છે, જેની સીધી અસર પ્રોજેક્ટના બજેટ પર પડે છે. એટલે કે, જો પૃથ્વીથી સીધા ચંદ્રનું અંતર નક્કી કરીએ, તો વધુ ખર્ચ કરવો પડશે. નાસા પણ આવું જ કરે છે. પરંતુ ઈસરોનું ચંદ્ર મિશન સસ્તું છે કારણ કે તે ચંદ્રયાનને સીધું ચંદ્ર પર મોકલી રહ્યું નથી.