ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ચંદ્રયાન -2'નું ઓર્બિટર એક્ટિવ, ચંદ્ર પર શોધ્યું પાણી - ચંદ્રયાન -2 સમાચાર

ભારતના બીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન -2' દ્વારા ચંદ્ર પર પાણીના અણુઓની હાજરી નોંધવામાં આવી છે. મિશન દરમિયાન મળેલા ડેટા પરથી આ વાત સામે આવી છે. ઈસરોએ ચંદ્રના અજાણ્યા પાસાઓને શોધવા માટે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)માંથી ચંદ્રયાન -2 લોન્ચ કર્યું હતું.

ચંદ્રયાન -2
ચંદ્રયાન -2

By

Published : Aug 12, 2021, 6:43 PM IST

  • પ્લેજીઓક્લેઝથી સમૃદ્ધ ખડકોમાં OH અથવા H2Oની હાજરી
  • 'ચંદ્રયાન -2' 'ઈમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર' નામના સાધને મોકલ્યા ડેટા
  • 'સોફ્ટ લેન્ડિંગ' કરવામાં નિષ્ફળ ગયેલા 'ચંદ્રયાન -2'એ શોધ્યુ પાણી

ન્યૂ દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) એએસ કિરણ કુમારના સહયોગથી લખાયેલા એક રિસર્ચ પેપરમાંથી મળતી માહિતી મુજબ, 'ચંદ્રયાન -2' પરના સાધનોમાં 'ઈમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર' (IIRS) નામનું સાધન પણ છે. જે વૈશ્વિક વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે 100 કિ.મી. ધ્રુવીય ભ્રમણકક્ષા સાથે સંબંધિત કામ કરે છે.

ચંદ્ર પર OH અને H2Oના પરમાણુઓની હાજરી

જર્નલ 'કરંટ સાયન્સ'માં પ્રકાશિત થયેલા પેપરમાં મળતી માહિતી મુજબ, IIRSના પ્રારંભિક ડેટામાં ચંદ્ર પર વ્યાપક હાઇડ્રેશન અને 29 ડિગ્રી ઉત્તર અને 62 ડિગ્રી અક્ષાંશ વચ્ચે ચંદ્ર પર અનમિક્સ્ડ હાઇડ્રોક્સિલ (OH) અને પાણી (H2O)ના પરમાણુઓની હાજરી દર્શાવવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ચંદ્રના અંધારાવાળા મેદાનોની સરખામણીમાં પ્લેજીઓક્લેઝથી સમૃદ્ધ ખડકોમાં વધુ OH (હાઇડ્રોક્સિલ) અથવા કદાચ H2O (પાણી) પરમાણુઓ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો- નાસાએ વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું, ફોટા કર્યા જાહેર

'ચંદ્રયાન -2'નું લેન્ડર 'વિક્રમ' થયુ હતું નિષ્ફળ

'ચંદ્રયાન -2' કદાચ ઇચ્છિત પરિણામો નહીં આપે, પરંતુ તેના દ્વારા મળેલી આ માહિતી ઘણી મહત્વની છે. ભારતે 22 જુલાઈ 2019ના રોજ ચંદ્ર પર પોતાનું બીજું ચંદ્ર મિશન 'ચંદ્રયાન -2' મોકલ્યું હતું. જો કે, તેનું લેન્ડર 'વિક્રમ' ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં તે જ વર્ષે 7 સપ્ટેમ્બરના આયોજન મુજબ 'સોફ્ટ લેન્ડિંગ' કરવામાં સફળ રહ્યું ન હતું, જેના કારણે ઉતરાણ કરનાર ભારતનું પ્રથમ દેશ બનવાનું સ્વપ્ન પહેલા જ પ્રયાસમાં પૂર્ણ થઈ શક્યું ન હતું.

મિશનનું ઓર્બિટર હજુ પણ એક્ટિવ

ચંદ્રયાન -2 ના લેન્ડરની અંદર 'પ્રજ્ઞાન' નામનું રોવર પણ હતું. મિશનનું ઓર્બિટર હજુ પણ સારી રીતે કામ કરી રહ્યું છે અને તે દેશના પ્રથમ ચંદ્ર મિશન 'ચંદ્રયાન -1' ને ડેટા મોકલી રહ્યું છે, જેણે ચંદ્ર પર પાણી હોવાના પુરાવા મોકલ્યા છે.

ABOUT THE AUTHOR

...view details