ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AP Fibernet Case : ફાઈબર નેટ કેસમાં 18 સુધી નાયડુની ધરપકડ કરવામાં નહીં આવે કારણ કે...

આંધ્રપ્રદેશ પોલીસે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે, તેઓ ફાઈબર નેટ કેસમાં TDP પ્રમુખ એન. ચંદ્રબાબુ નાયડુની 18 ઓક્ટોબર સુધી ધરપકડ કરશે નહીં. કારણ કે કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ સંબંધિત કેસ સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે.

AP Fibernet Case
AP Fibernet Case

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 9:39 PM IST

નવી દિલ્હી :ફાઈબરનેટ કેસ મામલે આંધ્રપ્રદેશ પોલીસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ફાઈબરનેટ કેસમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ એન. ચંદ્રબાબુ નાયડુની 18 ઓક્ટોબર સુધી ધરપકડ કરશે નહીં. કારણ કે કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ સંબંધિત કેસ સર્વોચ્ચ અદાલતમાં હાલ પેન્ડિંગ છે. આંધ્ર પ્રદેશ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ. ત્રિવેદીની બેંચને જણાવ્યું હતું કે, રાજ્ય નીચલી કોર્ટમાંથી આ કેસમાં ટ્રાયલ મુલતવી રાખવાની માંગ કરશે. ઉલ્લેખનિય છે કે, નીચલી અદાલતમાં નાયડુને 16 ઓક્ટોબરે રજૂ કરવામાં આવનાર છે.

કોર્ટનો આદેશ : નીચલી અદાલતે પ્રોડક્શન વોરંટ જારી કર્યું છે અને રાજ્ય પોલીસને 16 ઓક્ટોબરે ચંદ્રબાબુ નાયડુને કોર્ટ સમક્ષ હાજર કરવા જણાવ્યું છે. ખંડપીઠે ચંદ્રબાબુ નાયડુની નવી અરજી પર રાજ્ય સરકારને નોટિસ જારી કરી હતી. જેમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાને હાઈકોર્ટના 9 ઓક્ટોબરના આદેશને પડકાર્યો હતો, જેણે ફાઈબરનેટ કેસમાં તેમના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી.

ફાઈબર નેટ કેસ : ચંદ્રબાબુ નાયડુએ પોતાની અરજીમાં કહ્યું છે કે, 16 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થયા બાદ તેમને તેમની ધરપકડનો ડર છે. ફાઈબરનેટ કેસ તેઓની પસંદગીની કંપનીને રૂ. 330 કરોડના એપી ફાઈબર નેટ પ્રોજેક્ટના તબક્કા-1 હેઠળ વર્ક ઓર્ડર ફાળવવામાં ટેન્ડરમાં કથિત હેરાફેરી સાથે સંબંધિત છે. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે (CID) આક્ષેપ કર્યો હતો કે, ટેન્ડરની ફાળવણીથી લઈને સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવા સુધીની અનિયમિતતાઓ હતી, જેના કારણે રાજ્યની તિજોરીને મોટું નુકસાન થયું હતું.

  1. SC on Maharshtra Speaker: મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરી શકે નહીં- સીજેઆઈ
  2. SC On Pregnancy Termination : ગર્ભપાત મામલે સુપ્રીમ કોર્ટે AIIMS મેડિકલ બોર્ડ પાસે ગર્ભની સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો

ABOUT THE AUTHOR

...view details