ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Chandrababu Naidu Arrested : ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ સમગ્ર આંધ્રમાં TDP નેતાઓનું વિરોધ પ્રદર્શન - આંધ્રપ્રદેશ રાજ્ય બંધનો એલાન

વિજયવાડાની અદાલતે TDP પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ અને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. ત્યારે સોમવારે આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં TDP પાર્ટીના કાર્યકરોએ આ મુદ્દે વિરોધ કર્યો હતો. ઉપરાંત પક્ષ દ્વારા રાજ્ય બંધનું એલાન કરી જાહેર જનતાને આ વિરોધમાં જોડાવવા એલાન કરવામાં આવ્યું હતું.

Chandrababu Naidu Arrested
Chandrababu Naidu Arrested

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 3:43 PM IST

આંધ્રપ્રદેશ :તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એન ચંદ્રબાબૂ નાયડૂની ધરપકડ બાદ તેઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે TDP પાર્ટી દ્વારા રાજ્યમાં બંધનો એલાન કરવામાં આવ્યું છે. સોમવારે બંધના એલાન બાદ TDP કાર્યકરો દ્વારા આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. ચિત્તુર જિલ્લામાં TDP કાર્યકરો દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની (RTC) બસ પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત દેખાવકારોએ રસ્તા પર ટાયરો પણ સળગાવી દીધા હતા. જેની સામે વિરોધને શાંત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે સતત ત્રીજા દિવસે પક્ષના ઘણા ટોચના નેતાઓને નજરકેદમાં રાખ્યા હતા.

ઉગ્ર વિરોધ પ્રદર્શન : મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા સાવચેતીના પગલા લીધા હતા. જે અંતર્ગત ચિત્તૂર જિલ્લામાં TDP એમએલસી કંચેરલા શ્રીકાંત સહિત પાર્ટીના કેટલાક નેતાઓની અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ TDP એમએલસી શ્રીકાંતની અટકાયત કરવા ગઈ ત્યારે તેઓ રસ્તા પર ધરણાં પર બેસી ગયા હતા. ઉપરાંત વિરોધ પ્રદર્શન દરમિયાન તેઓએ રાજ્યની જગન મોહન રેડ્ડી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ અને ન્યાયિક કસ્ટડી સામે તિરુપતિ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

રાજ્ય બંધનો એલાન : ઉલ્લેખનિય છે કે, વિજયવાડાની અદાલતે ચંદ્રબાબૂ નાયડુને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા પછી પોલીસે રાજ્યભરમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા હતા. જેમાં રેલીઓ, સરઘસો અને સભાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. CrPC કલમ 144નું ઉલ્લંઘન કરીને TDP કાર્યકર્તાઓ સોમવારે સવારે વિરોધ નોંધાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ચિત્તૂર જિલ્લાના કુપ્પમ શહેરમાં TDP કાર્યકર્તાઓએ હાઇવે પર ટાયર સળગાવીને અને પથ્થરો મૂકીને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પોલીસે દેખાવકારોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન મોકલી દીધા હતા. ટીડીપી કાર્યકરોએ આરટીસી બસોને ચાલતી અટકાવવાનો પ્રયાસ કરતા શ્રીકાકુલમમાં આરટીસી સંકુલમાં તણાવનો માહોલ રહ્યો હતો. પોલીસે અહીં પણ દેખાવકારોની અટકાયત કરી હતી.

TDP નેતાઓ નજરકેદ :પોલીસે નેલ્લોર જિલ્લામાં આત્મકુર આરટીસી ડેપો ખાતે વિરોધ કરી રહેલા TDP કાર્યકરોની પણ ધરપકડ કરી હતી. વિઝિયાનગરમ જિલ્લાના આરટીસી બસ સ્ટેન્ડ પર પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તિરુપતિમાં રસ્તા પર બેસી YSR કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી મહિલાઓ સહિત TDP નેતાઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ઈચ્છાપુરમના ધારાસભ્ય બી. અશોકને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. શ્રીકાકુલમ જિલ્લાના રામૈયાપેટામાં તેઓના ઘરની બહાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ઉપરાંત નેલ્લોર ગ્રામીણ ધારાસભ્ય કોટામરેડ્ડી શ્રીધર રેડ્ડીને ત્રીજા દિવસે પણ નજરકેદ રાખવામાં આવ્યા હતા.

બંધના એલાનને સમર્થન : વિજયવાડા કોર્ટે ચંદ્રબાબૂ નાયડુને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા બાદ TDP પ્રદેશ પ્રમુખ કે. અતચન્નાઈડુએ રવિવારે રાત્રે બંધનું એલાન આપ્યું હતું. અતચન્નાઈડુએ જણાવ્યું હતું કે, ચંદ્રાબાબુ નાયડુની ગેરકાયદેસર ધરપકડ, TDP કાર્યકર્તાઓ પર હુમલા અને મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીની બદલાની રાજનીતિના વિરોધમાં આ બંધનો એલાન છે. તેઓએ લોકોને અને વિવિધ સંસ્થાઓને લોકશાહી બચાવવા સ્વેચ્છાએ બંધમાં ભાગ લેવા અપીલ કરી હતી. અભિનેતા-રાજકારણી પવન કલ્યાણની આગેવાની હેઠળની જનતા સેના પાર્ટી (JSP) અને ડાબેરી પક્ષોએ બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે.

  1. Satara Riots News: સતારામાં સોશિયલ મીડિયાની ભડકાઉ પોસ્ટથી હુલ્લડ ફાટી નીકળ્યું, સમગ્ર જિલ્લાની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ
  2. Tamil Nadu Road Accident: તમિલનાડુમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 મહિલા કચડાઈને મૃત્યુ પામી

ABOUT THE AUTHOR

...view details