- ચમોલી દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોની શોધમાં નવમાં દિવસ પણ બચાવ કામગીરી ચાલુ
- ચમોલી દુર્ઘટનામાં રવિવારે 13માંથી 11 મૃતદેહોની ઓળખ કરાઈ
- NDRFની ટીમ સતત ગુમ થયેલા લોકોની કરી રહી છે શોધ
ચમોલી: 7 ફેબ્રુઆરીએ ચમોલી દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોની શોધમાં આજે નવમા દિવસ પણ બચાવ કામગીરી ચાલુ છે. અત્યાર સુધી બચાવ ટીમને કુલ 51 મૃતદેહો મળી આવ્યા છે. રવિવારે, તપોવન ટનલમાંથી 6 મૃતદેહો મળી આવ્યા હતા અને રૈણી ગામમાં ઋષિ ગંગા જળવિદ્યુત પ્રોજેક્ટ સાઇટમાંથી કાટમાળમાંથી 7 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે 153 લોકો હજી લાપતા છે.