લો એએમએચ બ્લડ ટેસ્ટ રીઝલ્ટનો મલતબ શું છે ? તેની સારવારના કયા કયા વિકલ્પો હોઈ શકે છે ?
એએમએચ અથવા એન્ટી મ્યુલેરીયન હોર્મોન એ પ્રોટીન હોર્મોન છે જે અંડાશયના ફોલીકલ્સમાંથી સ્ત્રાવ થાય છે. આ ટેસ્ટ મહિલામાં રહેલા ઓવેરીયન રીઝર્વ- અથવા ઓવેરીઝમાં રહેલા ઇંડા-નો ખ્યાલ આપે છે. એએમએચની ઓછી માત્રા પ્રજનનક્ષમતાની ઘટતી માત્રાને સુચવે છે.
આ રીઝર્વમાં ઘટાડો થવો એટલે કે અંડાશયમાં ઓછા ઈંડા હોવાથી ગર્ભધાન માટે તંદુરસ્ત ઈંડા છોડવાની શક્યતા ઓછી થાય છે અને તેની અનુગામી સામાજીક, માનસીક અને શારીરિક અસરોને કારણે મહિલાને ગર્ભ ધારણ કરવુ મુશ્કેલ લાગે છે.
જો કે આ મુશ્કેલીના હલ માટે કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે.
આ ટેસ્ટના પરીણામને સમજવુ
એએમએચનું નીચુ સ્તર અંડાશયમાં ઓછા ઈંડા હોવાનું સુચવે છે. જેમ જેમ મહિલાની ઉંમર વધે છે તેમ તેમ આ આંકડામાં ઘટાડો નોંધાય છે. આ ઘટાડો મહિલાની પ્રજનનક્ષમતાના ઘટાડાને સુચવે છે. લાક્ષણીક રીતે એએમએચનું સ્તર જો 2.0થી 3.0 એનજી/એમએલની વચ્ચે હોય તો તે કોઈપણ મહિલા માટે ‘સામાન્ય’ મનાય છે. જો આ આંક 1.0 એનજી/એમએલથી ઓછો હોય તો ઓવરીન રીઝર્વમાં ઘટાડો થયો હોવાનું માની શકાય. મોનોપોઝ સુધી પહોંચતી મહિલાઓમાં ખુબજ ઓછા એએમએચ હોવાનું સામાન્ય છે.
એક તરફ ઉંમર એ એએમએચના સ્તરને અસર કરતુ મુખ્ય પરીબળ છે ત્યારે બીજી તરફ અપુરતુ પોષણ, વીટામીનની ખામી, કેમોથેરાપી અને રેડીએશન તેમજ કેન્સરની અન્ય સારવાર પણ ઓછા એએમએચનું કારણ બની શકે છે.
આ ટેસ્ટ ઇંડાની ગુણવત્તાનું પરીક્ષણ કરતુ નથી અથવા કોઈ પણ પ્રકારની ફળદ્રુપતાની સારવારની કુદરતી વિભાવના અથવા સફળતાની સંભાવનાની આગાહી કરી શકતુ નથી.
આ ટેસ્ટ ક્યારે કરાવી શકાય છે ?
જો કોઈપણ પ્રકારની પ્રજનન પ્રક્રીયાની શરૂઆત થાય તે સમયે મહિલાની ઉંમર 30 વર્ષથી વધુ હોય તો તેના માચે આ ટેસ્ટની ભલામણ કરવામાં આવે છે. જે મહિલા વિવિધ કારણોસર ગર્ભવતી થવામાં મોડુ કરે છે અથવા હજુ સુધી તેને આદર્શ જીવનસાથી મળ્યા નથી તેઓ આ પરીક્ષણ કરવાનું વીચારી શકે છે જેથી તે એગ ફ્રીઝીંગ કરી શકે.