ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CGA Group Navratri 2023 : હૈદરાબાદમાં નવરાત્રી દરમિયાન CGA ગ્રુપ દ્વારા સ્વસ્તિક આરતી કરવામાં આવી, મોટી સંખ્યામાં લોકોએ માં ના લિધા આશિર્વાદ - CGA ગ્રુપ દ્વારા સ્વસ્તિક આરતી

હૈદરાબાદમાં વસતા ગુજરાતીઓ અને તેમાં પણ CGA ગ્રુપ એટલે કે 'સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન' દ્વારા નવરાત્રી દરમિયાન આધ્યશક્તિ માં અંબાને યાદ કરીને છેલ્લા 11 વર્ષથી માં અંબાની આરતી અને સાથો સાથ ગરબાનું પણ આયોજન કરતા હોય છે. જેમાં વર્ષ 2023 દરમિયાન પણ 3 દિવસનું આયોજન કરેલ છે. જેમાં ગઇકાલે શનિવારના રોજ સ્વસ્તિક આરતી કરવામાં આવી હતી. જેમાં માં અંબાના આશિર્વાદ લેવાં માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવથી માં ની આરતી કરી હતી.

હૈદરાબાદમાં ગરબાની રમઝટ
હૈદરાબાદમાં ગરબાની રમઝટ

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 5:22 PM IST

હૈદરાબાદમાં CGA ગ્રુપ દ્વારા દાંડિયા રમઝટ 2023નું આયોજન

હૈદરાબાદ : દેશ વિદેશોમાં પણ લોકો નવરાત્રીની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. જેમાં ખાસ કરીને ગુજરાતી લોકો માટે 'ગરબા' અને 'દાંડિયા' તો અતિપ્રિય હોય છે. હૈદરાબાદમાં રહિને લોકોને ગુજરાતની ઝાંખી કરાવવા માટે 'સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન' દ્વારા 3 દિવસનું 'દાંડિયા રમઝટ 2023' નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરમાં વસવાસ કરતા ગુજરાતી લોકો તદ્દઉપરાંત અન્ય રાજયના લોકો પણ અહિં આધ્યશક્તિ માં અંબાના આશિર્વાદ મેળવીને ધન્યતા મેળવે છે અને ગરબાના તાલે પણ રુમઝુમ રમે છે. જે લોકો પોતાના કામ-કાજથી ગુજરાતમાં ગરબા રમવા નથી જઇ શકતા તેઓ CGAના આયોજન હેઠળ ગરબે ઝુમીને અલૌકિક આંનદ પ્રાપ્ત કરે છે.

હું વડોદારાથી છું, અમે છેલ્લા એક વર્ષથી હૈદરાબાદમાં રહીએ છીએ. જ્યારે આવ્યા ત્યારે અમને ખબર નહોતી કે CGA દ્વારા આ પ્રકારનું આયોજન કરવામા આવે છે. આ વખતે અમને નવરાત્રિ વિશે માહિતી મળી તો અમે અહિં આવ્યા છીએ. અહિં ગરબા રમવાની મજા આવી રહી છે. આ લોકોનું આયોજન પણ ખુબજ સારૂ છે, જેના કારણે નવરાત્રી દરમિયાન ગુજરાતના ગરબા એટલા યાદ આવતા નથી.- અપેક્ષા પ્રજાપતી, ખેલૈયા

ગરબાની રમઝટ

સ્વસ્તિક આરતીનું આયોજન કરવામાં આવ્યું : CGA દ્વારા 3 દિવસીય 'દાંડિયા રમઝટ 2023' નું જે આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ દિવસે પણ મોટી સંખ્યામાં લોકો દાંડિયા રમવા માટે આવ્યા હતા અને ગરબાના વિવિધ તાલે ઝુમી ઉઠ્યા હતા. જેમાં ગઇકાલે એટલે કે તારીખ 21/10 ને શનિવારના રોજ સમય 7.30 કલાકના સ્વસ્તિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં આધ્યશક્તિ માં અંબાને પ્રસન્ન કરવા માટે ગુજરાતી સમાજ તેમજ બિજા રાજ્યના લોકો પણ ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન તમામ લોકો સ્વસ્તિકના ચિહ્નમાં ગોઠવાઇને હાથમાં રાખેલ દિપને દિપથી પ્રગટાવીને માં ની આરતી કરવામાં આવી હતી. જેના થકિ વાતાવરણ પોઝિટીવ એનર્જી જોવા મળી હતી. ભક્તો આરતીની થાળીઓ પણ ડેકોરેશન કરીને લાવ્યા હતા.

હું ઓડિશા છુ, મને ગરબા રમવા ખુબ જ ગમે છે. હું જ્યારે અમદાવાદમાં સ્ટડી કરતી તે વખતે ત્યાં પણ ગરબા રમવા માટે જતા હતા. તેમજ મને અહિં પણ દાંડિયા રમવાની ખુબ જ મજા આવે છે. હૈદરાબાદ કરતા ગુજરાતમાં દાંડિયાનો ક્રેજ વધું જોવા મળે છે. મને ગુજરાતી લિરિક્શ નથી સમજાતા પણ બિટ પર રમી લઇએ છીએ. - દિવ્યાશા, ગરબા પ્રેમી

આરતીની થાળી

ગુજરાતની યાદ ઝાંખી પડી : આરતીની પુર્ણાહૂતિ બાદ તમામ ગુજરાતી અને નોન-ગુજરાતી ખેલૈયાઓ ટ્રેડિશનલ પોષાકમાં સજ્જ થઇને વિવિધ ગીત ઉપર ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં નાના ભુલકાઓથી માંડીને વયોવૃદ્ધો પણ ગરબાના તાલે ઝુમી રહ્યા હતા. મહત્વની બાબત એ છે કે, ગરબા દરમિયાન નોન-ગુજરાતી લોકો ગુજરાતીઓ પાસેથી વિવિધ સ્ટેપને અનુકરણ કરતા પણ જોવા મળ્યા હતા. CGA ગ્રુપ દ્વારા આયોજન તે પ્રકારનું કરવામાં આવેલ છે કે, તમને તે માહોલમાં ગુજરાતની યાદ પણ ન આવવા દે. હૈદરાબાદમાં વસતા લોકોનું કહેવું છે કે, ગુજરાત કરતા તેમને અહિં ગરબા રમવાની વધું મઝા આવે છે.

ગુજરાતની નવરાત્રિમાં અને અહિંની નવરાત્રિમાં થોડો ઘણો તો ફરક જોવા મળે, પરંતુ અહિં આવીને CGAનું આયોજન જોયું તો ખુબજ સારુ લાગી રહ્યું છે. એક પ્રકારની અહિં ગુજરાતની ઝાંખી જોવા મળી રહી છે. અમને એવું જ લાગે છે કે જાણે અમે ગુજરાતમાં છીએ. અહિં બિજા રાજ્યના લોકોને ગરબા રમતા જોઇને પણ આંનદ થાય છે. - વિજય, ખેલૈયા

  1. Navratri 2023: હૈદરાબાદમાં ગુજરાતીઓએ રાસ-ગરબાની મચાવી રમઝટ, મિની ગુજરાતના થયાં દર્શન
  2. Navratri 2023: સતત 11મી વખત હૈદરાબાદના સાઈબરાબાદ ગુજરાતી સમાજ દ્વારા 'દાંડિયા રમઝટ 2023'નું આયોજન

ABOUT THE AUTHOR

...view details