ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢમાં આજે બીજા તબક્કાનું મતદાન, 70 બેઠક પર 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનો બીજા તબક્કો શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 20 વિધાનસભા બેઠકનું ગત 7 નવેમ્બરે મતદાન થયું હતું, ત્યારે બાકી બચી રહેલી 70 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. ઘણી બેઠકો એવી છે જ્યાં કડક મુકાબલો જોવા મળી રહ્યો છે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિત ઘણા દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર લાગેલી છે.

છત્તીસગઢમાં આજે બીજા તબક્કાનું મતદાન
છત્તીસગઢમાં આજે બીજા તબક્કાનું મતદાન

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 7:15 AM IST

રાયપુરઃછત્તીસગઢમાં ચૂંટણી જંગનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ તબક્કામાં રાજ્યની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 51 પક્ષોના 958 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 130 મહિલા ઉમેદવારો, 827 પુરુષ ઉમેદવારો અને 1 થર્ડ જેન્ડર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

958 ઉમેદવારો:બીજા તબક્કાના મતદાન માટે 18 હજાર 800થી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. રાજ્યની 70 બેઠકો પર 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. ગરિયાબંદની બિન્દ્રાનવાગઢ વિધાનસભામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈને બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. બાકીની 69 વિધાનસભાઓમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

CM સહિત દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર: છત્તીસગઢમાં આજે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેને લઈને મતદાન મથકો પર સુરક્ષ વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. 90 બેઠક ધરાવતી છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણી માટે 7 નવેમ્બરે 20 બેઠક માટે પહેલાં તબક્કાનું મતદાન થયું. મહત્વપૂર્ણ છે કે, આજે પાટન અંબિકાપુર, અને સક્તી વિઘાનસભા સહિત ઘણી બેઠકો પર કાટાની ટક્કર સર્જાશે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, નાયબમુખ્ય મંત્રી ટીએસ સહદેવ, અજીત જોગી સહિત ઘણા દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર છે. નોંધનીય છે કે, છત્તિસગઢમાં કોંગ્રેસ અને ભાજપ જેવા મુખ્યપક્ષો વચ્ચે કડક મુકાબલો યોજાઈ રહ્યો છે.

બીજા તબક્કામાં કેટલાંક મતદારો: છત્તીસગઢમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 16314479 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8,14,1624 પુરુષ મતદારો અને 8,17,2171 મહિલા મતદારો અને 684 ટ્રાન્સજેન્ડર મતદારો છે. બીજા તબક્કાના મતદાન માટે 18,800થી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

  1. છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાનની તૈયારીઓ પૂર્ણ, મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા, મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન કરવા અપીલ કરી
  2. રાહુલ ગાંધીએ કહ્યું- રાજસ્થાનમાં જો અમારી સરકાર બની તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે, પછાત લોકોને તેમનો અધિકાર મળશે

ABOUT THE AUTHOR

...view details