ગુજરાત

gujarat

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને બતાવી 'માલ્યા, મોદી, ચોક્સી પાસેથી 18000 કરોડની વસૂલાત'

By

Published : Feb 23, 2022, 7:44 PM IST

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા(Vijay Mallya Money laundering), નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી અત્યાર સુધીમાં 18 હજાર કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં આ માહિતી આપી હતી. સરકારે કહ્યું કે, PML એ હેઠળ રિકવરી પ્રક્રિયા હજુ ચાલુ છે.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને બતાવી 'માલ્યા, મોદી, ચોક્સી પાસેથી 18000 કરોડની વસૂલાત'
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને બતાવી 'માલ્યા, મોદી, ચોક્સી પાસેથી 18000 કરોડની વસૂલાત'

નવી દિલ્હી: કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બુધવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે, વિજય માલ્યા (Vijay Mallya Money laundering ), નીરવ મોદી (Nirav Modi Money laundering ) અને મેહુલ ચોકસી (Mehul chaukshi Money laundering )ના કેસમાં 18,000 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. તુષાર મહેતાએ જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાની હેઠળની ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સંબંધિત કેસોની કુલ સંખ્યા સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ 67,000 કરોડ રૂપિયા છે. બેન્ચના અન્ય સભ્યોમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર છે.

33 લાખ FIR

તેમણે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હાલમાં 4,700 કેસની તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષો દરમિયાન, ED દ્વારા તપાસના નવા કેસોની શ્રેણી 2105-16ના 111 કેસથી લઈને 2020-21માં 981 કેસો છે. ED પાસે PMLA હેઠળ સંપત્તિની તપાસ, જપ્તી, શોધ અને જપ્ત કરવાની સત્તા છે. મહેતાએ બેંચને માહિતી આપી હતી કે, વર્ષ 2016થી 2021 દરમિયાન, EDએ તપાસ માટે માત્ર 2,086 PMLA કેસ સ્વીકાર્યા હતા, જ્યારે આવા કેસો માટે 33 લાખ FIR નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો:હે... ના હોય... ગુજરાતમાં 6000 કરોડનું કોલસા કૌભાંડ

મની લોન્ડરિંગ એક્ટ

PMLએ હેઠળ દર વર્ષે બહુ ઓછી સંખ્યામાં કેસ લેવામાં આવે છે, જ્યારે મની લોન્ડરિંગ એક્ટ (Money laundering act) હેઠળ દર વર્ષે યુકેમાં 7,900 કેસ, યુએસમાં 1,532 કેસ, ચીનમાં 4,691 કેસ, ઑસ્ટ્રિયામાં 1,036 કેસ, હોંગકોંગમાં 1,823 કેસ, 1,862 કેસ બેલ્જિયમમાં અને 2,764 કેસ રશિયામાં નોંધાયેલા છે. છેલ્લા કેટલાક સપ્તાહો દરમિયાન કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, મુકુલ રોહતગી, સિદ્ધાર્થ લુથરા, અમિત દેસાઈ વગેરે જેવા વરિષ્ઠ વકીલોએ PMLAમાં સુધારા દ્વારા લાવવામાં આવેલી જોગવાઈઓના સંભવિત દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેને લગતા વિવિધ પાસાઓ તરફ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:બજરંગ દળ કાર્યકર હત્યામાં CM અને ગૃહપ્રધાને આ વાત કહી

ABOUT THE AUTHOR

...view details