નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગયા વર્ષે 5 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગ અંગે પંજાબ સરકાર પાસેથી વિગતવાર કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે. સરકારી સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલય (MHA) દ્વારા પંજાબ સરકારને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ભૂલ કરનારા અધિકારીઓ સામે વિગતવાર કાર્યવાહીનો અહેવાલ માંગવામાં આવ્યો છે.
PM Modiની સુરક્ષામાં થઇ હતી ચૂક :એવું જાણવા મળે છે કે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને ગેરરીતિ કરનારા અધિકારીઓ સામે પંજાબ સરકાર દ્વારા કાર્યવાહીમાં વિલંબને હાઇલાઇટ કરતી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં પત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં અહેવાલ વહેલામાં વહેલી તકે શેર કરવાનો સંકેત આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : PM Security Breach Punjab: વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ મામલે ઘટના સ્થળે પહોંચી ગૃહ મંત્રાલયની તપાસ ટીમ
સુરક્ષાની ચૂક બાબતે મંગાવ્યો હતો રિપોર્ટ :પીએમ મોદીની 5 જાન્યુઆરી, 2022ના રોજ પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત તપાસ સમિતિનો અહેવાલ છ મહિના પહેલા સુપરત કરવામાં આવ્યો હતો. રાજ્યના તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, પોલીસ વડા એસ ચટ્ટોપાધ્યાય અને અન્ય સહિત ટોચના અધિકારીઓને આ ક્ષતિ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
તપાસ સમિતિની કરવામાં આવી હતી રચના :સુરક્ષા ભંગ બાદ તરત જ, એમએચએએ ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી, જેણે પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલ, સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, પંજાબના એડીજીપી, પટિયાલાના આઈજીપી અને ફિરોઝપુરના ડીઆઈજી સહિત પંજાબ પોલીસના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા હતા. 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરની મુલાકાત દરમિયાન વડા પ્રધાનની સુરક્ષા માટે તેઓ જવાબદાર હતા. ત્યારબાદ MHAએ પંજાબ સરકારને 'આ ભૂલ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા' કહ્યું હતું.