નવી દિલ્હી: સરકારે શુક્રવારે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) (Pradhan Mantri Awas Yojana) હેઠળ અત્યાર સુધીમાં 122.69 લાખ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 61 લાખથી વધુ મકાનો પૂર્ણ કરીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ મનોજ જોશીએ એક ઓનલાઈન કાર્યક્રમમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી કે તેઓ 'સૌ માટે આવાસ'ના ધ્યેયને પહોંચી વળવા પોતપોતાના વિસ્તારોમાં નિર્માણ કાર્ય ઝડપી કરે.
આ પણ વાંચો:PM મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને ટ્રાન્સફર કર્યો