નવી દિલ્હીઃકેન્દ્ર સરકારે મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે રાહતનો નિર્ણય લીધો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામણે (Union Finance Minister Nirmala Sitharaman) શનિવારે પેટ્રોલ, ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી (major cut in Central excise duty) ઘટાડવાની જાહેરાત કરી હતી, જેના પછી પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં (Petrol Diesel And Gas Price Cut off) ધરખમ ઘટાડો થયો છે. કેન્દ્રીય પ્રધાનેએ કહ્યું કે અમે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી રહ્યા છીએ.
આ પણ વાંચો:આવક કરતા વધારે સંપત્તિના મામલે હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓપી ચૌટાલા દોષિત જાહેર
ફ્યૂલમાં આટલો ઘટાડો: જે બાદ પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડથી વધુ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર (12 સિલિન્ડર સુધી) 200 રૂપિયાની સબસિડી (subsidy Aids by Centre) આપીશું.
મહત્ત્વની સ્પષ્ટતા:નાણાપ્રધાને કહ્યું કે જ્યાં આપણી આયાત નિર્ભરતા વધુ છે ત્યાં ઈ-પ્લાસ્ટિક ઉત્પાદનો માટે કાચા માલ અને મધ્યસ્થીઓ પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડવામાં આવી રહી છે. કેટલાક સ્ટીલના કાચા માલ પરની આયાત ડ્યુટી ઘટાડવામાં આવશે. કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર નિકાસ ડ્યુટી વસૂલવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામણે ઉમેર્યું કે, સિમેન્ટની પ્રાપ્યતામાં સુધારો કરવા માટે અને સિમેન્ટની કિંમત ઘટાડવા માટે વધુ સારી લોજિસ્ટિક્સ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.
કેન્દ્રએ પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટીમાં રૂ. 8 અને ડીઝલ પર રૂ. 6નો ઘટાડો કર્યો
આ પણ વાંચો:NIAની ચાર્જશીટમાં મોટો ખુલાસો, ISIS આ શહેરમાંથી યુવાનોની ભરતી કરી રહ્યું છે
ફુગાવો ઓછો રહ્યો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે. અમે ગરીબ અને મધ્યમ વર્ગની મદદ માટે ઘણાં પગલાં લીધાં છે. પરિણામે, અમારા કાર્યકાળ દરમિયાન સરેરાશ ફુગાવો અગાઉની સરકારો કરતા ઓછો રહ્યો છે. અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહે. વૈશ્વિક સ્તરે ખાતરના ભાવમાં વધારો થવા છતાં, અમે અમારા ખેડૂતોને આવા ભાવ વધારાથી બચાવ્યા છે.