- ઝાયડસની ઝાઇકોવ - ડી રસી ખરીદશે કેન્દ્ર સરકાર
- એક કરોડ રસીના ડોઝનો આપ્યો ઓર્ડર
- શરૂઆતમાં વયસ્કોને અપાશે રસી
ન્યૂઝ ડેસ્ક:કેન્દ્ર સરકારે અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાના(ZYDUS CADILA)ની 3 ડોઝની વેક્સિન ઝાઇકોવ - ડીના એક કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ સાથે જ હવે ઝાયડસની આ રસી કોરોના વાઇરસ વિરોધી રસીકરણ અભિયાનનો ભાગ બની ગઇ હોવાની માહિતી સરકારના આધિકારિક સુત્રોએ આ માહિતી આપી હતી.
રસીની કિંમત 265 હોવાનો અંદાજ
સુત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં વિકસિત વિશ્વના પહેલા ડીએનએ વેક્સિનને કોવિડ - 19ના રસીકરણ કાર્યક્રમનો ભાગ બનાવ્યો છે. શરૂઆતમાં પ્રાથમિક ધોરણે આ રસી વયસ્કોને આપવામાં આવશે. જો કે ઝાઇકોવ - ડીએ પહેલી રસી છે જે ભારતીય ઔષધી નિયમન અનુસાર 12 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના તમામને આપી શકાય છે. સુત્રોએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ રસીની કિંમત ટેક્સ ઉમેરતા પહેલાં 265 રૂપિયા છે જો કે તેના પર જીએસટી પણ ઉમેરવામાં આવશે.