નવી દિલ્હી : ગયા વર્ષે 13 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોને કેન્દ્ર સરકારે મંજૂરી આપતાં, સુપ્રીમ કોર્ટને શનિવારે પાંચ નવા ન્યાયાધીશો મળ્યા છે. આ જજો આવતા અઠવાડિયે શપથ ગ્રહણ કરશે ત્યારે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 32 થઈ જશે.
સુપ્રીમ કોર્ટને 5 નવા ન્યાયાધીશો મળ્યા : કાયદા પ્રધાન કિરેન રિજિજુ રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિત્તલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીવી સંજય કુમાર, પટના હાઈકોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાને મળ્યા; અને ટ્વીટ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના જજ મનોજ મિશ્રાને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે બઢતીની જાહેરાત કરી. આ જજો આવતા અઠવાડિયે શપથ ગ્રહણ કરશે ત્યારે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 32 થઈ જશે.
આ પણ વાંચો :Valentines Week : પ્રેમીઓ માટે આ વેલેન્ટાઈન વીકનું સંપૂર્ણ કેલેન્ડર છે, 7 દિવસની ખાસ વાતો
CJI સહિત તેની મંજૂર સંખ્યા 34 છે :હાલમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત 27 ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલતમાં કામ કરી રહ્યા છે, જ્યારે CJI સહિત તેની મંજૂર સંખ્યા 34 છે. કોલેજિયમની ભલામણો છતાં ન્યાયાધીશોની નિમણૂક અને ટ્રાન્સફરમાં સરકાર તરફથી થઈ રહેલા વિલંબ પર સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા કડક અવલોકનો વચ્ચે આ નિમણૂંકો કરવામાં આવી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આ પાંચ નિમણૂકોને બેન્ચની ટિપ્પણી સાથે કોઈ લેવાદેવા નથી અને આ નિમણૂકો કેન્દ્ર દ્વારા વિચારણાના નિર્ણય પછી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :Nirmala Sitharaman Said About Adani Issue : અદાણી મુદ્દાને કારણે ભારતની છબી અને સ્થિતિ પર કોઈ અસર થઈ નથી : નિર્મલા સીતારમન
સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું :3 ફેબ્રુઆરીએ ટોચની અદાલતે આ પાંચ ન્યાયાધીશોના નામની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી, જેની કોલેજિયમે ડિસેમ્બરમાં ભલામણ કરી હતી. એજી આર વેંકટરામણીએ કોર્ટને કહ્યું હતું કે, નામો ટૂંક સમયમાં ક્લિયર થઈ જશે. SC એ આ નિમણૂંકો સાથે અન્ય કેટલીક બદલીઓ અંગે સૂચના આપવા માટે સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.