- સરકારે ED અને CBI ડાયરેક્ટર્સનો કાર્યકાળ 5 વર્ષ લંબાવ્યો
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને વટહુકમો પર હસ્તાક્ષર કર્યા
- બે વર્ષની મુદત પૂર્ણ થયા બાદ દર વર્ષે ત્રણ વર્ષ માટે વધારી શકાય
નવી દિલ્હી: ભારત સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટરનો કાર્યકાળ (CBI DIRECTOR TENURE) 5 વર્ષ લંબાવ્યો છે. અત્યાર સુધી આ કેન્દ્રીય એજન્સીઓના વડાનો કાર્યકાળ માત્ર બે વર્ષનો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને વટહુકમો પર હસ્તાક્ષર કર્યા છે. વટહુકમ મુજબ ટોચની એજન્સીઓના વડાનો કાર્યકાળ બે વર્ષની મુદત પૂર્ણ થયા બાદ દર વર્ષે ત્રણ વર્ષ માટે વધારી (EXTEND TENURE OF ED AND CBI DIRECTORS ) શકાય છે.
સીબીઆઈ ડાયરેક્ટરનો કાર્યકાળ વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો