નવી દિલ્હી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે (Ministry of Information and Broadcasting) ઘણી ભારતીય અને પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો સામે કડક કાર્યવાહી (blocked YouTube channels) કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત પ્રચાર ફેલાવવા માટે 8 યુટ્યુબ ચેનલોને બ્લોક (blocked 8 YouTube channels) કરી છે.
આ પણ વાંચોમોદી સરકારે ટ્રમ્પની ભારત મુલાકાત પર ખર્ચ્યા લાખો રૂપિયા, RTIમાં થયો ખુલાસો
સાત ભારતીય ન્યૂઝ ચેનલો બ્લોકસરકારે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા, અન્ય દેશો સાથેના સંબંધો અને જાહેર વ્યવસ્થા સંબંધિત કથિત પ્રચાર માટે પાકિસ્તાની ચેનલ સહિત આઠ યુટ્યુબ ચેનલોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બ્લોક કરાયેલી ચેનલોને 114 કરોડ વ્યૂઝ અને 85.73 લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે અને આ ચેનલોના કન્ટેન્ટમાંથી પૈસા કમાઈ રહ્યા છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો 2021 હેઠળ બ્લોક કરવામાં આવેલી ચેનલોમાં સાત ભારતીય ન્યૂઝ ચેનલોનો સમાવેશ થાય છે.